આજે પુણેની ગુજરાત લાઇન્સની સામે ટ્વેન્ટી-૨૦ મેચ રમાનાર છે. ગુજરાતની ટીમનો દેખાવ હજુ સુધી ખુબ નબળો રહ્યો છે. અનેક સ્ટાર ખેલાડી ટીમમાં હોવા છતાં ગુજરાત લાયન્સની ટીમ હજુ સુધી એક પણ મેચ જીતી શકી નથી. રાઇઝિંગ પુણેની ટીમમાં સ્ટીવ સ્મીથ, મહેન્દ્રસિંહ ધોની અને ઇમરાન તાહીર જેવા સ્ટાર ખેલાડી હોવા છતાં તેની ટીમનો દેખાવ પણ અપેક્ષા કરતા નબળો રહ્યો છે પરંતુ હવે તેનો દેખાવ સુધરી રહ્યો છે. પુણેની ટીમ પણ આઈપીએલમાં સ્પર્ધામાં છે. પુણેની ટીમે હજુ સુધી નવ મેચોમાં પાંચમાં જીત મેળવી છે અને ચારમાં હારનો સામનો કર્યો છે. તેના ૧૦ પોઇન્ટ છે. ધોની, Âસ્ટવ Âસ્મથ પણ અપેક્ષા કરતા નબળા રહ્યા છે. બીજી બાજુ ગુજરાત લાઇન્સમાં તમામ જારદાર ખેલાડી છે જેમાં સુરેશ રૈના, દિનેશ કાર્તિક, મેક્કુલમ અને ફિન્ચનો સમાવેશ થાય છે. તમામ બાજી સુરેશ રૈના પર આધારિત રહેશે. તે હજુ સુધી ફોર્મમાં પણ દેખાયો છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. પુણેની ટીમ ઘરઆંગણે જીતના સિલસિલાને જાળવી રાખવા સંપૂર્ણપણે સજ્જ છે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ