મોહાલી ખાતે રમાયેલી આઈપીએલની ૩૬મી મેચમાં આજે કિંગ્સ ઇલેવન પંજાબે દિલ્હી ડેરડેવિલ્સ ઉપર એક તરફી મેચમાં ૧૦ વિકેટે જીત મેળવી હતી. ૭૩ બોલ ફેંકવાના બાકી હતા ત્યારે જ કિંગ્સ ઇલેવને આ મેચ જીતી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા દિલ્હી ડેરડેવિલ્સની ટીમ માત્ર ૬૭ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી સંદીપ શર્માએ ૨૦ રન આપીને ચાર વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ત્યારબાદ કિંગ્સ ઇલેવન પંજાબ તરફથી ગુÂપ્ટલ અને અમલાએ તોફાની શરૂઆત કરી હતી અને કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના જીતવા માટેના જરૂરી ૬૮ રન બનાવી લીધા હતા. આની સાથે જ કિંગ્સ ઇલેવન પંજાબની જીત થઇ હતી. ગુÂપ્ટલે ૨૭ બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ ૫૦ રન બનાવ્યા હતા અને પોતાની ટીમને શાનદાર જીત અપાવી હતી.
આગળની પોસ્ટ