Aapnu Gujarat
બિઝનેસ

૬ પરિબળોની અસર હેઠળ બજારમાં ઉતારચઢાવના સંકેત

શેરબજારમાં નવા કારોબારી સેશનમાં ૬ પરિબળોની અસર જાવા મળનાર છે. આ ૬ પરિબળો નવા સપ્તાહમાં બજારની દિશા નક્કી કરશે. છેલ્લા સપ્તાહમાં સ્થાનિક ઇÂક્વટી માર્કેટમાં ઉતારચઢાવની Âસ્થતિ રહી હતી. અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે જારી તંગદિલીની અસર બજાર ઉપર દેખાઈ હતી. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે વધતી જતી તંગદિલીના કારણે પણ શેરબજાર ઉપર અસર થઇ શકે છે. ભારત સહિતના વૈશ્વિક નાણાંકીય બજારો ઉપર તેની માઠી અસર થશે. ઉત્તર કોરિયાએ અમેરિકાના કોઇપણ હુમલાના કેસમાં અમેરિકા પર પરમાણુ હુમલા કરવાની ચેતવણી આપી હતી. બીજી બાજુ સંયમ જાળવી રાખવા રશિયા અને ચીન દ્વારા અપીલ કરવામાં આવી રહી છે. હાલમાં જ અફઘાનિસ્તાનમાં અમેરિકાએ સૌથી મોટો બિનપરમાણુ બોંબ ઝીંક્યો હતો જેની અસર પણ બજાર ઉપર આવનાર દિવસોમાં રહેનાર છે. શેરબજારમાં આવતીકાલે સોમવારે મહારાષ્ટ્ર અને ગુજરાત સ્થાપના દિવસના પરિણામ સ્વરુપે બજાર બંધ રહેશે. દલાલ સ્ટ્રીટમાં નિષ્ણાતોમાં ચર્ચા છે કે, છ પરિબળોની મુખ્યરીતે અસર જાવા મળશે જે પૈકી અમેરિકા અને ઉત્તર કોરિયા વચ્ચે ચાલી રહેલી ખેંચતાણ, ત્રિમાસિક ગાળાના કમાણીના આંકડા, આર્થિક ડેટા, વૈશ્વિક શેરબજાર, રિયાલીટી એક્ટ અમલમાં આવવાની બાબત અને ટેકનિકલ પરિબળોનો સમાવેશ થાય છે. શનિવારના દિવસે ઉત્તર કોરિયા દ્વારા બેલાÂસ્ટક મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યા બાદ તંગદિલી વધુ વધી છે. ગુરુવારના દિવસે ડોનાલ્ડ ટ્રમ્પે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, ઉત્તર કોરિયા સાથે મુખ્ય મતભેદ તેના ન્યુÂક્લયર અને બેલાÂસ્ટક મિસાઇલ કાર્યક્રમને લઇને છે.
ચીનનું કહેવું છે કે, કોરિયન દ્વિપ અંગે પરિÂસ્થતિ વધારે ચિંતા ઉપજાવી શકે છે. ત્રિમાસિક ગાળાના પરિણામમાં નવો રાઉન્ડ આવતીકાલથી શરૂ થશે. ૪૦થી વધુ બ્લુચીપ કંપનીઓ તેમના માર્ચના ત્રિમાસિક ગાળાના પરિણામ જાહેર કરનાર છે જેમાં મારિકો, નેરોલેક પેઇન્ટ્‌સ, આઈસીઆઈસીઆઈ બેંક, એમઆરએફ, એચડીએફસી, એલ એન્ડ ટી ફાઈનાન્સ, ડાબર, ભારત ફાઈનાÂન્સયલનો સમાવેશ થાય છે. બીજી બાજુ મંગળવારના દિવસે એપ્રિલ ૨૦૧૭ માટે ઇÂન્ડયા મેન્યુફેક્ચરિંગ પરચેસિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (પીએમઆઈ) ડેટા જાહેર કરવામાં આવનાર છે. ગુરુવારના દિવસે એપ્રિલ ૨૦૧૭માં ભારતના સર્વિસ સેક્ટરના દેખાવના માસિક સર્વેના પરિણામ જાહેર કરવામાં આવનાર છે. બેંક ઓફ જાપાનની મોનિટરી પોલિસી બેઠક આવતીકાલે યોજાનાર છે જેના ઉપર તમામની નજર છે. બુધવારના દિવસે પણ ઘટનાક્રમનો દોર જારી રહેશે. ઓએમસીની ભૂમિકા પણ ચાવીરુપ રહેશે. કારણ કે, પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં ફેરફાર અંગેનો નિર્ણય આવતીકાલે કરવામાં આવી શકે છે. મળેલી માહિતી મુજબ પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં પહેલી મેથી પસંદગીના આધાર પર પસંદગીના માર્કેટમાં દરરોજ સુધારા થનાર છે. ઓટોના શેરના પરિણામ પણ જાહેર કરવામાં આવનાર છે.

Related posts

નવા FDI નિયમો બાદ વોલમાર્ટ ફ્લિપકાર્ટને વેચે તેવી શક્યતાઃ મોર્ગન સ્ટેનલી

aapnugujarat

टाटा स्टील की पुनर्गठन योजना, ब्रिटेन में एक हजार कर्मचारियों की जाएगी नौकरी

aapnugujarat

૧ જુલાઈને જીએસટી ડે તરીકે મનાવવા નિર્ણય થયો

aapnugujarat

Leave a Comment

URL