Aapnu Gujarat
બિઝનેસ

૭ કંપનીઓની મૂડીમાં ૪૯,૬૪૨ કરોડનો વધારો

શેરબજારમાં છેલ્લા સપ્તાહના કારોબાર દરમિયાન ૧૦ મોસ્ટ વેલ્યુડ કંપનીઓ પૈકીની સાત કંપનીઓની માર્કેટ મૂડી સંયુક્તરીતે ૪૯૬૪૨.૫૮ કરોડ વધી ગઈ છે. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ વધારો નોંધાયો છે. આરઆઈએલ, ટીસીએસ અને ઇન્ફોસીસ સિવાય બાકીની સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીયરીતે વધારો થયો છે. શુક્રવારના દિવસે પુરા થયેલા સપ્તાહ દરમિયાન સાત કંપનીઓની માર્કેટ મૂડીમાં નોંધપાત્ર વધારો થયો હતો. એચડીએફસી બેંકની માર્કેટ મૂડીમાં સૌથી વધુ ૧૧૯૯૮.૪૩ કરોડનો વધારો થતા તેની માર્કેટ મૂડી વધીને ૩૯૫૫૪૭.૪૬ કરોડ થઇ ગઇ છે. ઓએનજીસીની માર્કટ મૂડી આ ગાળા દરમિયાન ૮૨૧૩.૨૭ કરોડ વધીને ૨૩૯૦૮૩ કરોડ થઇ ગઇ છે. આઈઓસીની માર્કેટ મૂડીમાં ૭૪૨૯.૫૩ કરોડનો વધારો થઇ ગયો છે. આવી જ રીતે એચયુએલ અને એસબીઆઈની માર્કેટમ ૂડીમાં ક્રમશઃ ૬૧૬૮.૪ કરોડ અને ૫૯૨૦.૨ કરોડનો વધારો થઇ ગયો છે. આઈટીસી અને એચડીએફસીની માર્કેટ મૂડીમાં ક્રમશઃ ૫૧૬૨.૬૪ કરોડ અને ૪૭૫૦.૧૧ કરોડનો વધારો થઇ ગયો છે. બીજી બાજુ ત્રણ મહાકાય કંપનીઓની માર્કેટ મૂડીમાં ઉલ્લેખનીય ઘટાડો થયો છે જેમાં ટીસીએસની માર્કેટ મૂડી ૭૭૦૪.૩૮ કરોડ ઘટીને ૪૪૭૭૦૦.૯૩ કરોડ થઇ ગઇ છે. દેશની સૌથી વધુ માર્કેટ મૂડી ધરાવતી આરઆઈએલની માર્કટ મૂડીમાં ૧૬૦૯.૪૧ કરોડનો ઘટાડો થઇ ગયો છે જેથી તેની માર્કેટ મૂડી ઘટીને ૪૫૩૪૯૫.૯૨ કરોડ થઇ ગઇ છે. આ સપ્તાહની શરૂઆતમાં જ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીએ ચાર વર્ષના લાંબા ગાળા બાદ માર્કેટ મૂડીની દ્રષ્ટિએ દેશની સૌથી વધુ માર્કેટ મૂડી ધરાવતી કંપનીનો દરજ્જા મેળવી લેવામાં સફળતા મેળવી હતી. આની સાથે જ આઈટીની મહાકાય કંપની ટીસીએસને પાછળ છોડી દેવામાં સફળતા મેળવી હતી. માર્કેટ મૂડીના મામલામાં ટીસીએસ અને આરઆઈએલમાં જારદાર સ્પર્ધા શરૂ થઇ ગઇ છે. ઇન્ફોસીસની માર્કેટ મૂડીમાં ૯૮૭.૬૯ કરોડનો ઘટાડો થયો છે જેથી તેની માર્કેટ મૂડી હવે ઘટીને ૨૧૧૧૮૧.૦૯ કોરડ થઇ ગઇ છે. ટોપ ટેન કંપનીઓમાં આરઆઈએલ પ્રથમ અને ટીસીએસ બીજા ક્રમાંક ઉપર છે. એચડીએફસી બેંક માર્કેટ મૂડીની દ્રષ્ટિએ ઝડફથી આગળ વધી રહી છે અને તે ત્રીજા ક્રમાંકે છે. છેલ્લા સપ્તાહમાં સેંસેક્સ અને નિફ્ટી બંનેમાં ક્રમશઃ ૫૫૩.૧૦ અને ૧૮૫ પોઇન્ટનો સુધારો થયો હતો.

Related posts

આરબીઆઇ દ્વારા મોદી સરકારને ચાર પડકારો અંગે ચેતવણી અપાઇ

aapnugujarat

5 ट्रिलियन डॉलर की अर्थव्यवस्था की नीव पिछली सरकारों ने रखी : प्रणब मुखर्जी

aapnugujarat

लीक हुआ एसबीआई ग्राहकों का डेटा : रिपोर्ट

aapnugujarat

Leave a Comment

URL