છેલ્લા કેટલાક વર્ષોમાં દેશના રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં ગેરરીતિઓ સપાટી ઉપર આવી છે. આનું મુખ્ય કારણ કોઇ રેગ્યુલેટર નહીં હોવાનું રહ્યું છે પરંતુ હવે રિયલ એસ્ટેટની Âસ્થતિ બદલવા જઇ રહી છે. રિયલ એસ્ટેટ સેક્ટરને પણ આવતીકાલથી પોતાના રેગ્યુલેટર મળી ગયા બાદ આ ક્ષેત્રમાં સુધારાની તક રહેશે. પહેલી મેથી રિયલ એસ્ટેટ સેક્ટર રેગ્યુલેટર લાગૂ થનાર છે. તમામને બોધપાઠ ભણાવનાર કાયદો લાગૂ થનાર છે. રિયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) એક્ટ ૨૦૧૬ દેશભરમાં આવતીકાલથી લાગૂ થનાર છે. દરેક રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશને પોતાના રેગ્યુલેટરી ઓથોરિટીની રચના કરવી પડશે. જે એક્ટ મુજબ નિયમ અને કાયદાઓ બનાવશે. અલબત્ત હજુ સુધી માત્ર મધ્યપ્રદેશે જ સ્થાયી રેગ્યુલેટરી ઓથોરિટીની સ્થાપના કરી છે. ત્રણ કેન્દ્ર શાસિત પ્રદેશ દિલ્હી, આંદામાન અને નિકોબાર, ચંદીગઢે વચગાળાની ઓથોરિટીની રચના કરી છે. હરિયાણા, રાજસ્થાન, કર્ણાટક, ગુજરાત, આંધ્રપ્રદેશ સહિત મોટાભાગના રાજ્યોએ આવું કોઇ કામ કર્યું નથી. એટલે કે આવા રાજ્યોમાં કોઇ નવા પ્રોજેક્ટ લોંચ થઇ શકે નહીં. આનાથી રિયલ એસ્ટેટ સક્ટરને નુકસાન થશે. રિયલ એસ્ટેટ સેક્ટર પહેલાથી જ મંદીના સકંજામાં છે. અહેવાલમાં સાફ શબ્દોમાં જણાવવામાં આવ્યું છે કે, તમામ વર્તમાન પ્રોજેક્ટની નોંધણી સંબંધિત રાજ્યોના રેગ્યુલેટરી ઓથોરિટીમાં જુલાઈ ૨૦૧૭ સુધી કરી લેવા માટે કહેવામાં આવ્યું છે. કાયદા ઓથોરિટીમાં નોંધણી વગર નવા પ્રોજેક્ટ શરૂ કરવાની મંજુરી આપશે નહીં. એટલે કે, કોઇ ડેવલોપર એજ વખતે પ્રોજેક્ટની નોંધણી કરાવી શકે છે જ્યારે નિયમ નોટિફાઇ કરી દેવામાં આવે છે. હાલમાં છ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત પ્રદેશોએ જ નિયમોને નોટિફાઇ કર્યા છે. કેટલાક રાજ્યોએ પોતાના સૂચિત કાયદા ઉપર સામાન્ય નાગરિકોના અભિપ્રાય માંગ્યા છે. આ ક્રમમાં હરિયાણામાં ૧૫મી મે બાદથી નિયમોને અંતિમ સ્વરુપ આપવામાં આવનાર છે. તે વખતે સામાન્ય નાગરિકોની પ્રતિક્રિયા મળી જશે. એવા આક્ષેપો મુકવામાં આવી રહ્યા છે કે, રાજ્ય સરકારોએ કેન્દ્રિય રેગ્યુલેશનની જાગવાઈઓ બદલી નાંખી છે. જે જાગવાઈઓમાં ફેરફારના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે તેમાં જારી કરવામાં આવેલી યોજનાઓની પરિભાષાનો સમાવેશ થાય છે. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલયના એક વરિષ્ઠ અધિકારીએ વિગત આપતા કહ્યું છે કે, રાજ્ય સરકારોને કહેવામાં આવ્યું છે કે, તેઓ કેન્દ્રીય જાગવાઈમાં ફેરફાર ન કરે. મહારાષ્ટ્ર અને ગુજરાત જેવા રાજ્યોએ આ જાગવાઈઓને વધુ કઠોર કરી દીધી છે. રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશનના ચેરમેન ગિતાંબર આનંદે કહ્યું છે કે, સરકારોને નિયમોને નોટિફાઇ કરવા અને ઓથોરિટી નિમવામાં ઉતાવળ કરવી જાઇએ જેનાથી દેશના વિકાસની ગતિવિધિને ઝડપથી આગળ વધારી શકાશે.
પાછલી પોસ્ટ
આગળની પોસ્ટ