Aapnu Gujarat
રાષ્ટ્રીય

મેરઠમાં નિવૃત્ત કર્નલના આવાસે હથિયારો મળ્યાં

ઉત્તર પ્રદેશના મેરઠમાં નિવૃત્ત કર્નલના આવાસ પર દરોડા દરમિયાન મોટાપાયે હથિયારોનો જથ્થો અને રોકડ રકમ મળી આવ્યા બાદ તપાસનો દોર ચાલી રહ્યો છે. ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઇન્ટેલીજન્સ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે. કેટલીક ચોંકાવનારી વિગતો આગામી દિવસોમાં ખુલે એમ માનવામાં આવે છે. કર્નલના આવાસ ઉપર દરોડા દરમિયાન રોકડ રકમ, હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ ૫૦૦૦૦ કારતુસ, ૪૦ રાયફલ, પિસ્તોલ, એક કરોડ રોકડ રકમ અને ૧૧૭ કિલો માંસનો જથ્થો મળી આવ્યો હતો. ૧૬ કલાક સુધી દરોડાની કામગીરી ચાલી હતી. ડીઆરઆઈની ટીમ દ્વારા ગુપ્ત માહિતીના આધાર પર દરોડા પાડ્યા હતા.
એક કરોડની રોકડ રકમ મળી આવ્યા બાદ તેમાં પણ તપાસ ચાલી રહી છે. આટલું જ નહીં બલ્કે ૧૧૭ કિલોગ્રામ માંસનો જથ્થો એક મોટા કન્ટેનરમાં મળી આવ્યો હતો. રાયફલ, પિસ્તોલ, વિદેશી હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. આ હથિયારોના લાયસન્સ મળ્યા નથી. બીજી બાજુ ટીમે નિવૃત્ત કર્નલની પુછપરછ પણ હાથ ધરી છે. તેમના રાષ્ટ્રીય સ્તરના શૂટર પુત્ર પ્રશાંત બિસ્નોઇને લઇને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રશાંત બિસ્નોઇ હાલમાં ફરાર છે. જા કે, નિવૃત્ત કર્નલે આ સંદર્ભમાં પોલીસને કોઇ માહિતી આપી ન હતી. વરિષ્ઠ ઇન્ટેલીજન્સ અધિકારી મનોજ કુમારનું કહેવું છે કે, આ કેસના સંદર્ભમાં હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી. પોલીસ ટીમ દ્વારા પ્રશાંત બિસ્નોઇની તપાસ ચાલી રહી છે. બીજી બાજુ નિવૃત્ત કર્નલના આવાસની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા જવાનો ગોઠવી દેવામાં આવ્યા છે. આ એક કરોડ રૂપિયાની રોકડ રકમ અને અન્ય હથિયારો તેમની પાસે ક્યાંથી આવ્યા તે સંદર્ભમાં માહિતી મેળવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. રેવન્યુ ઇન્ટેલીજન્સના અધિકારીઓ પણ આ જથ્થાને જાઇને ચોંકી ગયા હતા.

Related posts

કોંગ્રેસ કરતા ભાજપ વધુ સીટ ઉપર ચૂંટણી મેદાનમાં : રિપોર્ટ

aapnugujarat

बीकेयू राष्ट्रीय सचिव की बेटी मुंबई में मिली : रिपोर्ट

aapnugujarat

મોદી લિંક્ડઇન પર છવાયા

aapnugujarat

Leave a Comment

URL