આરજેડીના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવે ૨૦૧૯ લોકસભા ચૂંટણીમાં ભાજપને સત્તાથી દૂર રાખવા માટે એક નવી ફોર્મ્યુલા આપી દીધી છે. લાલૂના કહેવા મુજબ ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ અને પંજાબના રાજકીય પક્ષો જા એક સાથે આવે તો ભાજપ સત્તા હાસલ કરી શકે નહીં. હાલમાં આપેલી એક મુલાકાતમાં બિહાર મહાગઠબંધનમા મતભેદ અંગે પૂછવામાં આવતા લાલૂએ કહ્યું હતું કે, આ પ્રકારના અહેવાલ સંપૂર્ણપણે પાયાવગરના છે. લાલૂએ કહ્યું હતું કે, બિહારમાં મહાગઠબંધનની રચના પહેલા ઘણા બધા મતભેદો હતો પરંતુ સાંપ્રદાયિક તાકાતોને સત્તાથી દૂર રાખવા માટે તમામ લોકોએ એક સાથે આવવાનો નિર્ણય કર્યો હતો. લાલૂએ આવનાર સામાન્ય ચૂંટણીમાં ભાજપની હાર માટેની ફોર્મ્યુલા રજૂ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, મોટા રાજ્યોના વિપક્ષી દળો ભાજપની સામે એક મત થઇ જાય તો ૨૦૧૯માં ભાજપને સત્તાથી દૂર રાખી શકાય છે. તેમણે ઉમેર્યું હતું કે, ભાજપના લોકો પાકિસ્તાન, કબ્રસ્તાન અને સ્મશાનની વાત કરે છે પરંતુ આ વાતોથી ગરીબ વ્યÂક્તને કોઇ ફાયદો થનાર નથી. લાલૂએ કહ્યું હતું કે, દરેક રાજકીય પક્ષો જુદા જુદા થયેલા છે જેથી તેનો સીધો ફાયદો ભાજપને થઇ રહ્યો છે. યુપીમાં બિનભાજપ પક્ષો ઉપર વાત કરતા લાલૂએ કહ્યું હતું કે, તમામ લોકો સમાજવાદી પાર્ટીની સામે મોરચો બનાવીને આગળ આવી ગયા હતા. નીતિશકુમાર અપના દળના કૃષ્ણ પટેલ જૂથ સાથે વાતચીત કરી રહ્યા હતા. છેલ્લે નીતિશે કોઇ પાર્ટીને સમર્થન આપ્યું ન હતું. સપાની હાર માટેનું કારણ પારિવારિક લડાઈ નથી. લાલૂએ એમ પણ કહ્યું હતુ ંકે, જુદા જુદા રાજ્યોમાં ભાજપના સાથી પક્ષોમાં પણ લડાઈ ચાલી રહી છે. આવી Âસ્થતિમાં કોંગ્રેસ સહિત તમામ પક્ષોએ હાથ મિલાવવા જાઇએ.
આગળની પોસ્ટ