વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં જુદા જુદા વિષય ઉપર વિસ્તારપૂર્વક વાત કરી હતી. મન કી બાત કાર્યક્રમના ૩૧માં એપિસોડમાં મોદીએ યુવાનો, વિદ્યાર્થીઓ સાથે પણ વાત કરી હતી. આ કાર્યક્રમ પીએમઓના યુટ્યુબ ચેનલ, માહિતી અને પ્રસારણ મંત્રાલય અને ડીડી ન્યુઝ ઉપર પણ દર્શાવવામાં આવતા લોકોએ વધુ સાંભળવાની તક ઝડપી હતી. મોદીએ કહ્યું હતું કે, સબકા સાથ સબકા વિકાસનો હેતુ માત્ર ભારતના લોકો માટે જ નહીં બલ્કે પડોશી દેશો માટે પણ છે. મોદીએ પોતાના વિદેશ પ્રવાસ, જુદા જુદા મહાનુભાવોની જન્મજ્યંતિ, વીઆઈપી કલ્ચર, ભીમ એપ્સ, નવી ડિજિટલ ક્રાંતિ, વેકેશનના ગાળા દરમિયાન પ્રવાસના સંદર્ભમાં વિસ્તારપૂર્વક વાત કરી હતી. મોદીએ કહ્યું હતું કે, વીઆઈપી કલ્ચરને ખતમ કરવામાં આવ્યા બાદ તમામ વર્ગ તરફથી લોકો અભિનંદન આપી રહ્યા છે પરંતુ લાલબત્તીની વીઆઈપી પરંપરા હાલમાં સંપૂર્ણપણે લોકોના દિલોદિમાગમાંથી દૂર થશે નહીં એને દૂર કરવામાં સમય લાગી શકે છે. હાલમાં કલ્ચરની પૂર્ણાહૂતિ થઇ છે. મોદીએ ભીમ એપ્સ સાથે જાડાઈને કમાણી કરવા માટે યુવાનોને અપીલ કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, ભીમ એપ્સ સાથે અન્ય લોકોને જાડીને કમાણી કરી શકાય છે. નવી પેઢી ડિઝિટલ અનુભવથી ઘણુ બધુ સીખી રહી છે. મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું હતું કે, કેટલીક એવી ચીજા સિખવી જાઇએ જે અંગે કોઇ અનુભવ ન રહે. પોતાની ઇચ્છા શÂક્તથી હટીને નવી બાબતો શિખવા ઉપર ભાર મુક્યો હતો જેમાં પેઇન્ટિંગ, ડ્રાઇવિંગનો સમાવેશ થાય છે. ગરમીની રજાઓમાં અનેક નવા કામ સિખવા મોદીએ અપીલ કરી હતી. ગરમીના દિવસોમાં કેમ્પ લગાવનાર સંગઠનો સાથે જાડાવવા માટે પણ સૂચન કર્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ગરીબ બાળકોની વચ્ચે રમવાથી પણ વધારે ખુશીનો અનુભવ થશે. રિઝર્વેશન વગર પણ કોઇ સમયે ટ્રેનમાં મુસાફરી કરવાથી ઘણુ શિખવા મળી શકે છે. મોદીએ બુધ પૂર્ણિમા, શ્રમિક દિવસના મુદ્દા ઉપર વાત કરી હતી. તેમણે ઉમેર્યું હતું કે, બૌદ્ધ પૂર્ણિમાના પ્રસંગે તેઓ શ્રીલંકા જઈ રહ્યા છે. શ્રીલંકામાં ભગવાન બુદ્ધના સંદર્ભમાં તેમને જાણવાની વધારે તક મળશે. પહેલી મેના દિવસે શ્રમિક દિવસની ઉજવણી કરવામાં આવનાર છે. આ સંદર્ભમાં તમામ શ્રમિકોને એક સાથે જાડવા માટેનું સૂચન મોદીએ કર્યું હતું. વેકેશનના ગાળામાં જુદા જુદા તરીકાથી કમાણી કરવા માટેની તક ન છોડવા મોદીએ યુવાનોને ખાસ અપીલ કરી હતી. મોદીએ મન કી બાત કાર્યક્રમમાં કોઇપણ રાજકીય વાત કરી ન હતી. માત્ર સામાજિક મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. તેમની આગામી શ્રીલંકન યાત્રાનો ઉલ્લેખ કર્યો હતો. ભારત દ્વારા સાર્ક દેશો માટે ઉપગ્રહ છોડવાને લઇને પણ વાત કરી હતી અને કહ્યું હતું કે, આનાથી તમામ સાર્ક દેશોને સીધો ફાયદો થશે અને ભારતની પ્રતિષ્ઠા આના કારણે વધશે. આજનો તેમનો કાર્યક્રમ મુખ્યરીતે યુવાનો સાથે સંબંધિત હતો.