Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ

જનધન અને ન્યુ પેન્શન સહિતની સ્કીમોને નબળો પ્રતિસાદ મળતાં મોદી ચિંતિત

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ઉલ્લેખનીય સફળતા ન મેળવનાર સ્કીમ પર મંથન કરવાની યોજના ધરાવે છે. આ સ્કીમોને સફળતા કેમ મળી રહી નથી તે અંગે આત્મમંથન કરવાની યોજના છે. કાળા નાણા જાહેર કરવાની યોજના, જનધન યોજના, ન્યુ પેન્શન સ્કીમને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો નથી જેથી મોદી ચિંતાતુર દેખાઈ રહ્યા છે. એફડીઆઈને વધારવાની યોજનાને પણ સફળતા મળી રહી નથી. આ ઉપરાંત ગોલ્ડ-બોન્ડ સ્કીમ પણ હજુ સુધી ફ્લોપ સાબિત થઇ છે. આજ કારણસર મોદી ઇચ્છે છે કે, આ સ્કીમની નિષ્ફળતાને લઇને આત્મમંથન કરવામાં આવે. આ સ્કીમોમાં સુધારા કરવાની તક પણ રહેલી છે. મંથન વેળા આ સ્કીમની જગ્યાએ નવી યોજનાઓ પણ લાવી શકાય છે. નાણામંત્રાલયના ઉચ્ચ અધિકારીઓની સાથે ટૂંકમાં જ એક બેઠક નરેન્દ્ર મોદી કરનાર છે. આ રિવ્યૂ બેઠકમાં નાણામંત્રી અરુણ જેટલીની સાથે બંને નાણા રાજ્યમંત્રી ઉપÂસ્થત રહેશે. રિવ્યૂ મે મહિનાના પ્રથમ અથવા તો બીજા સપ્તાહમાં યોજાઈ શકે છે. નાણામંત્રાલયના એક અધિકારીના કહેવા મુજબ તમામ ઉચ્ચ અધિકારીઓને આ સ્કીમો અને તેમાં રહેલી ખામીઓની વિગતો તૈયાર કરવા માટે કહેવામાં આવ્યું છે. આ યોજનાઓની સમગ્ર રુપરેખા તૈયાર કરવામાં મુખ્ય આર્થિક સલાહકારથી લઇને રેવન્યુ સેક્રેટરી ઓફિસની મુખ્ય ભૂમિકા રહી છે. છતાં પણ આ સ્કીમોને માર્કેટ અને લોકો તરફથી સારો પ્રતિસાદ મળી રહ્યો નથી. તેમના તરફથી હકારાત્મક પ્રતિક્રિયા આવી નથી. સરકારને આશા હતી કે, બ્લેક મની, ગોલ્ડ બોન્ડ અને અન્ય સ્કીમોથી ટેક્સ વસુલાતમાં વધારો થશે પરંતુ આવું થઇ શક્યું નથી. કાળા નાણા જાહેર કરવાની સ્કીમ હેઠળ ૬૫૦૦૦ કરોડ રૂપિયાનો ખુલાસો કરવામાં આવ્યો હતો પરંતુ બીજી વખત સરકારે આ સ્કીમને માર્કેટમાં ઉતારી ત્યારે માત્ર ૧૦૦૦૦ કરોડ રૂપિયાની બ્લેકમનીનો ખુસાલો થયો હતો. સરકારે ૨૪-૨૮મી એપ્રિલ માટે ગોલ્ડ બોન્ડ જારી કર્યા હતા.
છેલ્લા બે વર્ષના ગાળામાં સરકાર સાત વખત ગોલ્ડ બોન્ડ જારી કરી ચુકી છે. આમા પણ લોકોનો ઉત્સાહ ઉદાસીન રહ્યો છે. આજ કારણસર આ વર્ષના ગાળા દરમિયાન સરકારે ગોલ્ડ બોન્ડમાં આશરે ૫૦૦૦ કરોડ રૂપિયા હાંસલ કરવાની યોજના તૈયાર કરી છે. ગયા વર્ષે ૧૦૦૦૦ કરોડ રૂપિયા એકઠા કરવાની યોજના હતી.

Related posts

લોકસભા ચૂંટણી ન લડવા રજનીકાંતની ઘોષણા

aapnugujarat

खुद बेल पर बाहर राहुल गांधी क्या कहेंगे : निर्मला सीतारमन

aapnugujarat

દેશમાં દુષ્કર્મના કેસમાં ૬૧ ટકાનો વધારો

aapnugujarat

Leave a Comment

URL