Aapnu Gujarat
ગુજરાત

વડનગરમાં મોદીના છ કિમી લાંબા રોડ શોમાં લોકોનો ધસારો દેખાયો

ગુજરાત પ્રવાસના બીજા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મહેસાણા જિલ્લા સ્થિત પોતાના માદરે વતન વડનગરમાં પહોંચ્યા બાદ ભવ્ય રોડ શો યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડનગરમાં હેલીપેડ ઉપર ઉતર્યા બાદ ત્યાંથી હાટકેશ્વર મંદિર સુધી આ રોડ શો યોજાયો હતો. છ કિલોમીટર સુધીના આ રોડ શોમાં માર્ગોની બંને બાજુએ લોકો ઉમટી પડ્યા હતા. આ સમગ્ર રસ્તામાં મોદીના જીવન સાથે જોડાયેલી યાદોને પણ ફોટોના સ્વરુપમાં મુકવામાં આવી હતી. જ્યાં જ્યાંથી મોદીનો કાફલો પસાર થયો ત્યા લોકો ઉમટી પડ્યા હતા. વડનગરના લોકોએ પોતાના પુત્રના સ્વાગત માટે ગુલાબના ફુલનો વરસાદ પણ કર્યો હતો. મોદીની સમગ્ર ગાડી ફુલોથી ઢંકાઈ ગઈ હતી. મોદીનો આ કાફલો રોડ શો દરમિયાન બીએન હાઈસ્કૂલ થઇને હાટકેશ્વર મંદિરમાં પહોંચ્યો હતો. અહીં મોદીના પૈતૃક મંદિર તરીકે પણ છે. આ મંદિરમાં મોદીએ ભગવાન શિવની પૂજા કરી હતી. હેલિપેડથી વિસનગર તાલુકાના ગુંજા ગામે સવારે ૯.૪૫ વાગે પહોંચતા વડનગર ખાતેના ભવ્ય રોડ શોમાં માનવ મેદની ઉમટી પડી હતી. રોડ શો વખતે ગુલાબો અને ગુલાલ ઉડાડીને અભિવાદન કરવામાં આવ્યું હતું. મોદી ગાડીમાંથી નીચે ઉતરી તમામ પ્રોટોકોલ તોડીને પગે ચાલીને પ્રજાનું અભિવાદન ઝીલ્યું હતું. સવારે ૯.૩૦ વાગે છ કિમી લાંબા મોટા રોડ શોની શરૂઆત થઇ હતી જે અડધા કલાક સુધી ચાલ્યો હતો. સુરક્ષાને લઇને પણ મજબૂત તૈયારી કરવામાં આવી હતી. તમામ જગ્યાઓએ અનેક સ્તરીય સુરક્ષા વ્યવસ્થા રાખવામાં આવી હતી. કેટલીક જગ્યાએ મોદીની ગાડી અને લોકો વચ્ચે અંતર ખુબ ઓછું થઇ જવાના લીધે લોકોમાં વધારે ઉત્સુકતા જોવા મળી હતી. ઘણી જગ્યાએ તો લોકોએ પોતાની છત ઉપર પહોંચી જઇને પણ મોદીનું સ્વાગત કર્યું હતું. સમગ્ર રસ્તા ઉપર મોદીના જુના ફોટાઓના બેનર મુકવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાએ સ્ટેજ બનાવીને રંગબેરંગી કાર્યક્રમ પણ યોજવામાં આવ્યા હતા.

Related posts

22 APMC કર્મચારીઓના પગાર બંધ થાય તેવી હાલત

editor

હાર્દિકને ફટકો : વિસનગરનાં તોડફોડ કેસમાં તરત સુનાવણી કરવા સુપ્રીમનો ઇનકાર

aapnugujarat

ગોજારીયા NRI ગૃપએ 5 ઓટો ઓક્સિજન મશીન ભેટ કર્યા

editor

Leave a Comment

UA-96247877-1