Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઈન્ડોનેશિયામાં બાળવિવાહ પર પ્રતિબંધ લગાવવા ફતવો જાહેર

ઈન્ડોનેશિયાની મુÂસ્લમ વિદ્વાન મહિલાઓએ કેટલાક ઐતિહાસિક ફતવા જારી કર્યા છે, જેમાં બાળવિવાહ પર પ્રતિબંધ લગાવવાનો ફતવો પણ સામેલ છે, જે મુÂસ્લમ મહિલાઓમાં અનોખી પહેલ સમાન છે. જાવા દ્વીપના સિરબોનમાં મુÂસ્લમ મહિલાઓના ત્રણ દિવસના ધર્મ સંમેલનમાં હજારો મુÂસ્લમ મહિલાઓએ ભાગ લીધો હતો. સંમેલનમાં મોટા ભાગે ઈન્ડોનેશિયાની મહિલાઓ હાજર હતી, જાકે આ સંમેલનમાં પાકિસ્તાન, ભારત અને સાઉદી અરબની પણ વિદ્વાન મહિલાઓ સામેલ હતી. સંમેલનના અંતિમ દિવસે મહિલા વિદ્વાનોએ અનેક ફતવા જારી કર્યા હતા. આ ફતવામાં મુખ્ય ફતવો બાળવિવાહના પ્રતિબંધને લગતો હતો.આ ફતવામાં છોકરીની ઉંમર ૧૬ના બદલે ૧૮ કરવા ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત મહિલાઓના યૌનશોષણ અને પર્યાવરણ સંરક્ષણને લગતા ફતવા પણ જારી કરવામાં આવ્યા છે. ઈન્ડોનેશિયામાં ૧૮ વર્ષથી ઓછી વયની છોકરીનાં લગ્ન સામાન્ય વાત છે. આ સંમેલનમાં ઈન્ડોનેશિયાના ધાર્મિક બાબતોના પ્રધાન લુકમાન હકીમે પણ ભાગ લીધો હતો અને જણાવ્યું હતું કે આ બાબતે સરકાર વિચારણા કરશે. તેમણે આ ફતવા અંગેના પ્રસ્તાવને સરકાર સમક્ષ રજૂ કરવા ખાતરી આપી હતી.
હકીમે આ સંમેલનની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે પુરુષ અને મહિલા વચ્ચેના સંબંધમાં ન્યાય અપાવવા બાબતે આ સંમેલન સફળ રÌšં છે. આવા ફતવા ઈન્ડોનેશિયામાં જારી થતા રહે છે, પરંતુ અહીં આવા ફતવા પુરુષ પ્રધાન ઈન્ડોÂન્શયન ઉલેમા કાઉÂન્સલ જારી કરે છે. ઉલેમા કાઉÂન્સલ દેશની સર્વોચ્ચ ઈસ્લામિક ઓથોરિટી છે. ઉલેમા કાઉÂન્સલે પણ પર્યાવરણ સુરક્ષાને લઈ ફતવો જારી કર્યો હતો, પરંતુ મહિલાઓને અસર કરનારી બાબતો પર આ રીતે મુસીબતથી કોઈ નવો ફતવો જારી કર્યો છે.

Related posts

ઇઝરાઇલમાં નેતન્યાહૂનું શાસન ખત્મ

editor

पेशावर में नौका डूबी; 6 की मौत, कई लापता

aapnugujarat

India’s decission joining US ban will affect India-Iran bilateral trade

aapnugujarat

Leave a Comment

URL