Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

આતંકવાદ સામે લડવા જર્મની તૈયાર

જર્મનીએ આતંકવાદી હુમલા રોકવાના હેતુથી મુÂસ્લમ મહિલાઓ દ્વારા પહેરાતા બુરખા પર આંશિક રીતે પ્રતિબંધને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત સુરક્ષા સાથે જાડાયેલા અન્ય ઉપાયોને પણ મંજૂરી અપાઈ ગઈ છે. નવા કાયદા મુજબ સપ્ટેમ્બરમાં યોજાઈ રહેલી ચૂંટણીઓ અને જર્મનીમાં ઘણા જેહાદી હુમલાઓને ધ્યાનમાં રખાયા છે. તાજેતરમાં બર્લિનની એક માર્કેટમાં ટ્રક નીચે કચડીને એક આતંકીએ ૧૨ લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા.જર્મનીમાં પણ કેટલીક દક્ષિણપંથી પાર્ટીઓ ફ્રાન્સની જેમ બુરખા પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી રહી હતી, પરંતુ જર્મની સરકારે બુરખા પર આંશિક પ્રતિબંધને જ મંજૂરી આપી છે. આ પ્રતિબંધ ડ્યુટી કરતી વખતે ચૂંટણી અધિકારીઓ, મિલિટ્રી અને જયુડિશિયલ સ્ટાફ સહિત સરકારી અધિકારીઓ પર લાગુ થશે.સંપૂર્ણ રીતે ચહેરો ઢાંકવા પર લાગેલા પ્રતિબંધમાં હેલ્થ વર્કર અને પોલીસ અધિકારીને છૂટ અપાઈ છે. હેલ્થ વર્કરને ઈન્ફેક્શનથી ખુદને બચાવવા માટે અને પોલીસ અધિકારીઓને પોતાની ઓળખ છુપાવવા માટે ચહેરા ઢાંકવાની પરવાનગી હશે. લોકોએ એ સમયે પોતાના ચહેરા પરથી પરદો હટાવવો પડશે, જયારે તેમના ઓળખના દસ્તાવેજ સાથે તેમના ચહેરાને મેળવવાનું હશે.ઉલ્લેખનીય છે કે જર્મનીએ ૨૦૧૫થી ૧૦ લાખ શરણાર્થીઓને પોતાના ત્યાં આશરો આપ્યો છે. શરણાર્થીઓમાં મોટા ભાગના મુÂસ્લમ દેશોના લોકો છે. મોટી સંખ્યામાં શરણાર્થીઓ આવવાથી આતંકવાદનો ખતરો વધ્યો છે. સુરક્ષાના જે ઉપાયોને મંજૂરી અપાઈ છે તેમાં ઈલેક્ટ્રોનિક એન્કલબ્રેસ્લેટ્‌સનો ઉપયોગ પણ સામેલ છે. જે કોઈ પણ શંકાસ્પદ વ્યÂક્તની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ઉપયોગમાં લેવાતું ડિવાઈસ છે. જર્મનીએ આ સુધારો બર્લિનમાં થયેલા ૧૯ ટ્રક હુમલા બાદ કર્યો છે. આ હુમલાની જવાબદારી આઈએસએ લીધી હતી.

Related posts

બ્રાઝિલમાં છેલ્લા 24 કલાકમાં વધુ 1,412 મોત

editor

कोलोराडो के पूर्व गवर्नर ने राष्ट्रपति पद की दौड़ से हटने का किया एलान

aapnugujarat

भारत-पाक कहें तो कश्मीर पर मध्यस्थता करने के लिए तैयार : US

aapnugujarat

Leave a Comment

URL