Aapnu Gujarat
બિઝનેસ

સૌથી મોટા પાંચ અર્થતંત્રોમાં ભારત સ્થાન જમાવશે

ભારત ટૂંક સમયમાં જ બ્રિટનને પછાડીને દુનિયાના સૌથી મોટા પાંચ અર્થતંત્રની યાદીમાં પોતાની જગ્યા બનાવી લેશે. બ્રિટન અત્યારે આ યાદીમાં પાંચમા નંબર પર છે. આ સિવાય ભારત ૨૦૨૨મા જર્મનીને પછાડીને ચોથું સૌથી મોટું અર્થતંત્ર બની જશે તેમ ઇન્ટરનેશનલ માનેટરી ફંડે ગ્રોથ પ્રોજેક્શનના એનાલિસિસના આધાર પર કÌšં છે. જા કે સાઉથ એશિયન દેશોએ કેટલાંક પડકારોનો પણ સામનો કરવો પડશે.આઇએમએફની ધારણા પ્રમાણે ભારત ૯.૯ ટકાના વાર્ષિક ગ્રોથ રેટથી આગળ વધશે તેના લીધે તે ૨૦૨૨ સુધીમાં જર્મનીને પછાડી દેશે.
આઇએમએફ એ ૨૦૧૭ અને ૨૦૨૨ માટે ગ્રોસ ડોમેÂસ્ટક પ્રોડક્ટ (જીડીપી) પર દેશોનું રેન્કિંગ બનાવ્યું છે. હાલના સમયમાં આઇએમએફના મતે ભારત દુનિયાનું સાતમું સૌથી મોટું અર્થતંત્ર છે.બ્લૂમબર્ગના એક રિપોર્ટના મતે પડકારોમાં ટેક્સ સિસ્ટમની સંપૂર્ણપણે તપાસ કરતાં સમયે તેને લાગૂ કરવું સામેલ છે. આ સિવાય આ દેશોમાં હાલ ડિસ્ટ્રેસ એસેટ્‌સને નિપટાવી, ધીમી પડેલ પ્રોડÂક્ટવિટીને સુધારવી, એમ્પલોયમેન્ટના અવસરોને અસરકાર રીતે વધારવા, કોર્પોરેટ ઇન્વેસ્ટમેન્ટને એનકરેજ કરવું અને મોટાપાયા પર ઇન્ફ્રાસ્ટ્રકચરની અછતને પૂરી કરવું પણ સામેલ છે.નોટબંધી બાદ ભારતની ઇકાનોમી હજુ પણ રિકવરી મોડમાં છે. જીએસટીને દેશભરમાં લાગૂ કરવાથી શોર્ટ ટર્મ માટે ઇકાનોમી પર અસર પડશે. સરકાર પહેલેથી જ જીએસટી માટે એપ્રિલની ડેડલાઇનને પૂરી કરી શકી નથી અને હવે ૧ જૂલાઈનું લક્ષ્ય પૂરું કરવા માટે કામ કરી રહ્યાં છે.સરકારી આંકડા પ્રમાણે કંપનીઓની ફસાયેલ લોન, રીસ્ટ્રક્ચર્ડ ડેટ, અને એડવાન્સ કુલ લોનના અંદાજે ૧૬.૬% છે. તેનાથી ફસાયેલ લોનની સંખ્યામાં વધારો થયો છે અને બેન્કોને લોન રિકવર કરવા પર ફોકસ કરવું પડી રÌšં છે. તેના લીધે લોન ગ્રોથ રેકોર્ડ લેવલ પર પહોંચવાની નજીક છે. આ મોદી સરકાર માટે મોટો પડકાર છે કારણ કે તે ઇન્વેસ્ટમેન્ટ સુધારણા અને એમ્પલોયમેન્ટને બુસ્ટ કરવા માંગે છે.

Related posts

કમાણીના આંક સહિત ૭ પરિબળ શેરબજારની દિશા નક્કી કરી શકે

aapnugujarat

एयर इंडिया को खरीद सकता है टाटा ग्रुपः रिपोर्ट में दावा

aapnugujarat

मामूली नुकसान के साथ बंद हुआ शेयर बाजार, निफ्टी रही 11,850 से नीचे

aapnugujarat

Leave a Comment

URL