Aapnu Gujarat
બિઝનેસ

દેશનો આર્થિક વૃદ્ધિદર બે-ત્રણ વર્ષમાં પુનઃ ૮% થશે

સરકારની થિન્ક ટેંક ગણાતા નીતિ આયોગે આગામી ૨-૩ વર્ષમાં ભારતનો વૃદ્ધિ દર પુ્‌નઃ ૮ ટકાએ પહોંચવાની આશા વ્યક્ત કરી છે.
આગામી એક દશકમાં ગરીબી નાબૂદી માટેની પ્રક્રિયા પણ વધુ વેગવંતી બનશે. આગામી ત્રણ વર્ષના કાર્ય એજન્ડાના મુસદ્દામાં નીતિ આયોગે દેશનો સર્વાંગી વિકાસ થઈ શકે તે માટે ટેક્સ પ્રણાલી, કૃષિ અને સરકારી કામગીરીમાં સુધાર પર ભાર મૂક્્યો છે.નીતિ આયોગનો આ મુસદ્દો ૨૦૮ પાનાનો છે જેનું વિતરણ મુખ્યમંત્રીઓ વચ્ચે કરવામાં આવ્યો હતો.
આગામી બે-ત્રણ વર્ષમાં દેશનો વિકાસ દર પુનઃ ૮ ટકાની રફતાર પકડશે તે સુખદ છે તેમ આયોગે વધુમાં જણાવ્યું હતું. આ એજન્ડા પંચવર્ષીય યોજનાનું સ્થાન લેશે. અંતિમ ૧૨મી પંચવર્ષિય યોજનામાં ૩૧ માર્ચના સમાપ્ત થઈ હતી.
ટેક્સ સુધારણા હેઠળ તમામ કંપનીઓનો કોર્પોરેટ ટેક્સ ૩૪ ટકાથી ઘટાડીને ૨૫ ટકા કરવાનું સુચન કરવામાં આવ્યું છે. જેમાં સરચાર્જ તેમજ અન્ય વેરાનો સમાવેશ થાય છે. નાણા મંત્રી અરૂણ જેટલીએ પણ કોર્પોરેટ ટેક્સને તબક્કાવાર ઘટાડીને ૨૫ ટકા કરવાની જાહેરાત કરી હતી.

Related posts

ભાવમાં રાહત આપવા પેટ્રોલિયમને જીએસટી હેઠળ લાવો : આઇઓસી ચેરમેન

aapnugujarat

વેલેન્ટાઈન વેચાણ દિવાળીના આંકડા જેવું બની ગયું : રિપોર્ટ

aapnugujarat

એફડી રેટમાં વધારો કરવા અન્ય બેંકની સક્રિય તૈયારી

aapnugujarat

Leave a Comment

URL