Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

અમેરિકાના હવાઈ હુમલામાં અફઘાનનાં નાનનગરહાર પ્રાંતમાં અનેક ત્રાસવાદીઓના મોત

અફઘાનિસ્તાનના પૂર્વીય નાનગરહાર પ્રાંતમાં અમેરિકા અને અફઘાન સૈનિકોએ મોટાપાયે સંયુક્ત લશ્કરી ઓપરેશન હાથ ધર્યું છે. આઈએસઆઈએસના અડ્ડા ઉપર હવાઈ હુમલા પણ કરવામાં આવ્યા છે. પાકિસ્તાન અને આઈએસ સાથે જોડાયેલા ૨૫થી વધુ ત્રાસવાદીઓ માર્યા ગયા છે. તેમના અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા છે. પ્રાંતિય સરકારી મિડિયાએ અધિકારીઓને ટાંકીને કહ્યું છે કે, આતંકવાદીઓ નાઝિયન અને લાલપુર જિલ્લામાં મોટી સંખ્યામાં માર્યા ગયા છે. આ ઓપરેશન લાલપુર જિલ્લાના બિલા વિસ્તારમાં અફઘાન સુરક્ષા દળો દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. અફઘાન સુરક્ષા દળો દ્વારા હાથ ધરાયેલા જમીની ઓપરેશનમાં સાત પાકિસ્તાની ત્રાસવાદીઓ માર્યા ગયા હતા જ્યારે નાઝિયન જિલ્લાના સ્પીનઝાઈ વિસ્તારમાં અમેરિકા દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલામાં ૧૫થી વધુ આઈએસના ત્રાસવાદીઓ માર્યા ગયા છે. અમેરિકા દ્વારા કરાયેલા હવાઈ હુમલાના કારણે આઈએસના ત્રાસવાદીઓમાં ભારે ખળભળાટ મચી ગયો હતો. તેમના તમામ અડ્ડાઓને ફૂંકી મારવામાં આવ્યા હતા. આ કાર્યવાહી અફઘાન સુરક્ષા દળો સાથે મળીને આગામી દિવસોમાં પણ જારી રાખવામાં આવે તેવી શક્યતા છે. પાકિસ્તાની આતંકવાદીઓ અફઘાન સરહદ ઉપર મોટી સંખ્યામાં સક્રિય થયેલા છે. બાંગ્લાદેશ અને અફઘાનના સ્થાનિક કટ્ટરપંથીઓ પણ ત્રાસવાદી ગતિવિધિમાં સામેલ રહ્યા છે. વર્ષોથી અમેરિકાના જવાનો અફઘાનિસ્તાનમાં સક્રિય થયા હોવા છતાં હજુ સુધી ત્રાસવાદીઓનો ખાત્મો બોલાવવામાં સફળતા હાથ લાગી નથી.

Related posts

चीन : कोयला खदान में गैस का रिसाव, 18 की मौत

editor

લંડનમાં વધુ એક આતંકી હુમલોઃ એક મોત

aapnugujarat

मसूद के ठिकानों का पता चला

aapnugujarat

Leave a Comment

UA-96247877-1