ભથ્થાઓ માટે કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોના ૧૦ મહિનાના લાંબા ઇંતજારનો હવે અંત આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર ટૂંક સમયમાં જ તેમના માટે ૧૭૮ ટકા સુધીના મહત્તમ એચઆરએ વધારાની જાહેરાત કરી શકે છે. પેનલ દ્વારા અહેવાલ નાણામંત્રી અરુણ જેટલીને સુપરત કરી દેવામાં આવ્યો છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને ૧૭૮ ટકા સુધી એચઆરએ વધારો મળી શકે છે. નાણા સચિવ અશોક લવાસાના નેતૃત્વમાં ઉચ્ચ સ્તરીય કમિટિ દ્વારા નાણામંત્રી અરુણ જેટલીને તેનો અહેવાલ સુપરત કરી દેવામાં આવ્યો છે. ભથ્થાઓ અંગે આ કમિટિએ પ્રવર્તમાન એચઆરએ રેટમાં સુધારાની સામે ભલામણ કરીને કર્મચારીઓના તરફેણમાં પોતાના અભિપ્રાય આપ્યા છે. કર્મચારીઓ માટેની મોટી ચિંતા રજૂ કરવામાં આવી છે જેમાં સાતમાં પગાર પંચની ભલામણોની વાત કરવામાં આવી છે. શહેરના પ્રકારના આધાર પર ૨ે-૬ ટકા સુધી આવાસ ભાડા ભથ્થામાં ઘટાડાની પણ હાલ વાત કરી હતી. આ રિપોર્ટમાં હવે સચિવોની એમ્પાવર્ડ કમિટિ દ્વારા ચકાસણી કરવામાં આવનાર છે ત્યારબાદ કેબિનેટ સમક્ષ આને રજૂ કરવામાં આવશે. ભથ્થાઓ અંગે કમિટિની દરખાસ્તથી ૪૭ લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ૫૩ લાખ પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ દ્વારા ભથ્થાઓને ખુબ મહત્વ આપવામાં આવે છે. સરકારે સાતમાં પગાર પંચની ભલામણોને અમલી બનાવી દીધા બાદ ગયા વર્ષે જૂન મહિનામાં અશોક લવાસા કમિટિની રચના કરવામાં આવી હતી. ભથ્થાઓ અંગેની કમિટિને સાતમાં પગાર પંચની ભલામણોમાં અભ્યાસ કરવા કહેવામાં આવ્યું હતું. ખાસ કરીને આવાસ ભાડા ભથ્થા ઘટાડવાના સંદર્ભમાં વાત કરવામાં આવી ગહતી. મૂળભૂત પગારની સામે બેઝિક પગારના ૨૪ ટકા સુધી ભથ્થાને લઇને ચકાસણી કરવા કહેવામાં આવ્યું હતું. આ ઉપરાંત ૫૩ ભથ્થાઓને નાબૂદ કરવા માટેની ભલામણમાં ચકાસણી કરવા માટે પણ કહેવામાં આવ્યુ ંહતું. અગાઉ એકે માથુરના નેતૃત્વમાં વેતન પંચે આવાસ ભાડા ભથ્થા ૨૪ ટકા, ૧૬ ટકા, ૮ ટકા ક્રમશઃ એક્સવાયઝેડ શહેર માટે બેઝિક પગારની રજૂઆત કરી હતી. કમિશને એવી ભલામણ પણ કરી હતી કે, એચઆરએના રેટ સુધારીને જ્યારે ડીએ ૫૦ ટકાને પાર કરશે ત્યારે ૨૭ ટકા, ૧૮ ટકા અને નવ ટકા રહેશે.