Aapnu Gujarat
તાજા સમાચારરાષ્ટ્રીય

બીએચયુ હિંસા મામલે અંતે જ્યુડિશિયલ તપાસનો હુકમ

ઉત્તર પ્રદેશ સરકારે વારાણસી હિન્દુ યુનિવર્સિટીના સંકુલમાં ભડકી ઉઠેલી હિંસાના મામલામાં જ્યુડિશિયલ તપાસનો આજે આદેશ કર્યો હતો. યુવતીઓ અને બે પત્રકારો સહિત હિંસામાં અનેક લોકો ઘાયલ થયા હતા. બીએચયુમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યા બાદ હિંસા ભડકી ઉઠી હતી. વિદ્યાર્થીની સાથે છેડતીના મામલે હિંસા ભડકી ઉઠી હતી. યુપી સરકારના પ્રવક્તા અને કેબિનેટમંત્રી શ્રીકાંત શર્મા દ્વારા જ્યુડિશિયલ તપાસનો આદેશ કરવામાં આવ્યો હતો. રાજ્ય કેબિનેટની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતા તેમણે આ મુજબની વાત કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નેતૃત્વમાં કેબિનેટની બેઠક યોજાઈ હતી. જો કે, નિવૃત્ત જજ મારફતે તપાસ કરાશે કે પછી વર્તમાન જજ દ્વારા તપાસ કરવામાં આવશે તે અંગે પૂછવામાં આવતાકોઇ માહિતી શર્માએ આપી ન હતી. વ્યાપક હિંસા ભડકી ઉઠ્યા બાદ કેટલાક વિદ્યાર્થીઓ ઘાયલ પણ થયા હતા. તેમના નિવાસસ્થાને યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરને મળવા માટેની ઇચ્છા વિદ્યાર્થીઓ વ્યક્ત કરવામાં આવી છે. વિરોધ પક્ષો દ્વારા કેમ્પસ મામલે પોલીસ કાર્યવાહી મુદ્દ ભાજપની ઝાટકણી કાઢી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ દ્વારા ગઇકાલે જ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ફોન પર વાત કરવામાં આવી હતી. શક્ય તેટલી વહેલીતકે આ વિવાદનો અંત લાવવા માટેની રજૂઆત કરવામાં આવી હતી. શર્માએ કહ્યું હતું કે, સરકાર ઇચ્છે છે કે, સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવી જોઇએ. વાઈસ ચાન્સલર અને અન્યો સાથે વાત કરવી જોઇએ.

Related posts

પેટાચૂંટણી : ગોરખપુર-ફુલપુરમાં ભાજપનો સફાયો : પેટાચૂંટણીઓમાં ભાજપની હારનો સિલસિલો જારી

aapnugujarat

પીએમ આવાસ : હવે કાર્પેટ વિસ્તારમાં ૩૩ ટકા વધારો

aapnugujarat

મોનિટરી પોલિસી કમિટિની બેઠક શરૂ : આજે નિર્ણય થશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1