વર્ષ ૨૦૦૮ના માલેગાંવ બોંબ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી અને પૂર્વ આર્મી ઓફિસર લેફ્ટી કર્નલ પ્રસાદ શ્રીકાંત પુરોહિતે જામીન મેળવવાની માંગણી કરીને સુપ્રીમ કોર્ટમાં અપીલ દાખલ કરી દીધી છે. મુંબઈ હાઈકોર્ટ દ્વારા ત્રણ દિવસ પહેલા જ સાધ્વી પ્રજ્ઞાસિંહ ઠાકુરને જામીન આપી દેવામાં આવ્યા હતા. ઠાકુર પણ માલેગાંવ બ્લાસ્ટમાં આરોપી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુંબઇ હાઇકોર્ટે ૨૫મી એપ્રિલના દિવસે વર્ષ ૨૦૦૮ના માલેગાંવ બ્લાસ્ટ કેસના મામલામાં આરોપી સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકોરને આખરે જામીન આજે આપી દીધા હતા. સાધ્વીને શરતી જામીન આપવામાં આવ્યા છે. તેમને પાસપોર્ટ જમા કરવા માટે આદેશ પણ આપવામાં આવ્યા છે. આ કેસમાં અન્ય મુખ્ય આરોપી લેફ્ટી. કર્નલ પ્રસાદ પુરોહિતને જામીન આપવામાં આવ્યા નથી. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરને પાંચ લાખ રૂપિયાની બાંહેધરીના આધાર ઉપર જામીન આપવામાં આવ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટીગેશન એજન્સી દ્વારા તપાસ કરવામાં આવેલા આતંકવાદના કેસોમાં સુનાવણી કરનાર ખાસ અદાલતે તેમની જામીન અરજી ફગાવી દીધા બાદ આ બંનેએ હાઈકોર્ટમાં અપીલ કરી હતી.
પાછલી પોસ્ટ