Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુકમા હુમલાની જવાબદારી બળવાખોરોએ સ્વીકારી

છત્તીસગઢના બસ્તર પ્રદેશમાં Âસ્થત માઓવાદીઓએ સીઆરપીએફના જવાનો ઉપર હાલમાં જ કરવામાં આવેલા હુમલાની જવાબદારી સ્વીકારી લીધી છે. હાલના વર્ષોના સૌથી વિનાશકારી હુમલામાં સીઆરપીએફના ૨૬ જવાનોના મોત થયા હતા. તેમની ક્રાંતિ આડે ન આવવા સુરક્ષા દળોને ચેતવણી પણ આપવામાં આવી છે. બળવાખોરોએ એક ઓડિયો મેસેજ જારી કર્યો છે જેમાં આ હુમલા માટેની જવાબદારી સ્વીકારવામાં આવી છે.સીઆરપીએફ જવાનો ઉપર આ હુમલો નક્સલીઓ સામે સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા ઓપરેશન ગ્રીનહન્ટના જવાબરુપે કરાયો હોવાનો દાવો આ ઓડિયો ટેપમાં કરવામાં આવ્યો છે. ૧૬ મિનિટની ઓડિયો ટેપમાં પ્રતિબંધિત માઓવાદીના પ્રતિનિધિએ હુમલાની પ્રશંસા કરી છે. માઓવાદીઓના પ્રવક્તા હિન્દીમાં વાત કરતા નજરે પડે છે જેમાં જણાવાયું છે કે, તેમની લડાઈ અર્ધલશ્કરી દળો સાથે નથી પરંતુ ક્રાંતિ આડે આવી રહેલા સુરક્ષા દળો સામે છે.
૨૦૧૬માં સરકારે છત્તીસગઢમાં નવ અને ઓરિસ્સામાં ૨૧ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. આદિવાસી મહિલા પર પોલીસના જવાનો બળાત્કાર કરી રહ્યા હોવાની વિગત પણ આપવામાં આવી છે. બીજી બાજુ ઓડિયોટેપની પ્રમાણિકતાને લઇને કોઇ વાત કરાઈ નથી. માઓવાદીઓ દ્વારા કરવામાં આવેલા દાવાની પ્રમાણિકતા પણ હજુ જાહેર થઇ નથી. બસ્તરમાં હાલમાં જ માઓવાદીઓએ છુપો હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૨૬ જવાનો શહીદ થયા હતા અને બીજા છ જવાન ગંભીરરીતે ઘાયલ થયા હતા.

Related posts

લાલુની પુત્રી મિશાના સીએની ધરપકડ

aapnugujarat

अयोध्या में कारसेवकों पर फायरिंग के मामले में याचिका दाखिल

aapnugujarat

ભાજપમાં રામ માધવ મોટા ચહેરા તરીકે ઉભર્યા : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

URL