Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

ગાયત્રી પ્રજાપતિના જામીન પર અલ્હાબાદ કોર્ટે મુકેલો મનાઇહુકમ

અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે બળાત્કાર કેસમાં આરોપી રહેલા પૂર્વ મંત્રી ગાયત્રી પ્રજાપતિના મંજુર કરવામાં આવેલા જામીન ઉપર સ્ટે મુકી દીધો હતો. ઉત્તર પ્રદેશનાપૂર્વ પ્રધાન ગાયત્રી પ્રજાપતિનો મામલો ભારે ચર્ચા જગાવી ચુક્યો છે. બળાત્કાર કેસના સંદર્ભમાં આ સપ્તાહની શરૂઆતમાં જ પોક્સો કોર્ટ દ્વારા પ્રજાપતિ અને અન્ય બે સાથીને જામીન આપવામાં આવ્યા હતા. આ બળાત્કાર કેસે થોડાક મહિના અગાઉ સમગ્ર રાજ્યને હચમચાવી મુક્યો હતો. અખિલેશ યાદવના નેતૃત્વમાં ઉત્તર પ્રદેશમાં જ્યારે સમાજવાદી પાર્ટીની સરકાર હતી ત્યારે ગાયત્રી પ્રજાપતિનો સમગ્ર મામલો સપાટી ઉપર આળ્યો હતો. ખાસ અદાલતના ચુકાદા બાદ ઉત્તર પ્રદેશ સરકારે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી અને જામીન રદ કરવાની માંગ કરવામાં આવી હતી. ૪૯ વર્ષીય ગાયત્રી પ્રજાપતિ અને અન્ય છ સામે ૧૭મી ફેબ્રુઆરીના દિવસે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ એફઆઈઆર દાખલ કરાઈ હતી. પ્રજાપતિ અખિલેશ યાદવ સરકારમાં એ વખતે પ્રધાન હતા. આશરે એક મહિના સુધી ફરાર રહ્યા બાદ પ્રજાપતિની ૧૫મી માર્ચના દિવસે લખનૌમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. ત્યારબાદ બળાત્કારના સંદર્ભમાં જેલ ભેગા કરવામાં આવ્યા હતા. ૨૦૦૪માં એક મહિલા અને તેમની બાળકી ઉપર રેપનો પ્રયાસપણ કરવામાં આવ્યો હતો. અન્ય છની પહેલાથી જ ધરપકડ કરી લેવામાંઆવી હતી. હાલમાં ગાયત્રી પ્રજાપતિ કસ્ટડીમાં છે. સ્થાનિક અદાલતે બે જુદા જુદા કેસોમાં જ્યુડિશિયલ રિમાન્ડ પર લેવાનો આદેશ આપવામાં આવ્યો છે. તેમની જામીન મંજુર થયાના એક દિવસ બાદ બે જુદા જુદા કેસોમાં કસ્ટડીમાં લેવાનો આદેશ કરાયો હતો. ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીમાં પ્રચાર વેળા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગાયત્રી પ્રજાપતિનો મુદ્દો જારદારરીતે ઉઠાવ્યો હતો. એ વખતે અખિલેશ ઉપર આને લઇને ભાજપના નેતાઓએ પ્રહારો કર્યા હતા.

Related posts

યોગી રાજમાં કાયદો અને વ્યવસ્થા નષ્ટ થયાં છે : પ્રિયંકા

editor

કેરળમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી

editor

અમેઠીમાં પરિવારના બેનરને લઇ રાહુલ ગાંધીને નોટિસ ફટકારાઈ : બેનરોમાં રાહુલના ફોટા સાથે અબ હોગા ન્યાયનો ઉલ્લેખ

aapnugujarat

Leave a Comment

URL