Aapnu Gujarat
તાજા સમાચાર મનોરંજન

મધુર ભંડારકરની હત્યાના કાવતરામાં પ્રીતિ જૈનને જેલની સજા ફટકારાઈ

મુંબઈની સેશન કોર્ટે નેશનલ એવોર્ડ વિજેતા નિર્દેશક મધુર ભંડારકરને મારવાના કાવતરા રચવાના આરોપમાં મોડલ પ્રિતિ જૈનને દોષિત ઠેરવી છે. પ્રિતિ જૈને ૨૦૦૪માં મધુર ભંડારકર પર રેપનો આક્ષેપ કર્યો હતો. ૨૦૧૨માં સુપ્રીમ કોર્ટે આને ફગાવી દીધો હતો. કોર્ટે આ કાવતરામાં અન્ય બે આરોપીઓને પણ દોષિત ઠેરવ્યા હતા. પ્રિતિ જૈનના હત્યાના કાવતરા ઘડી કાઢવા બદલ ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે કોર્ટે પ્રિતિ જૈનને પ્રશ્ન કર્યો ત્યારે કોઇપણ ટિપ્પણી કરી ન હતી. પોતાની તરફેણમાં કોઇ ખુલાસા કરવાની તેની ઇચ્છા છે કે કેમ તે અંગે જ્યારે કોર્ટે પ્રીતિને પ્રશ્ન કર્યો ત્યારે તે મૌન રહી હતી. ચુકાદા ઉપર પ્રીતિએ હેરાની વ્યક્ત કરી હતી. જૈનના વકીલે મહિલા હોવાના આધાર પર કોર્ટ પાસે ઓછામાં ઓછી સજા કરવાની રજૂઆત કરી હતી. જુલાઈ ૨૦૦૪માં પ્રીતિએ વરસોવા પોલીસ સ્ટેશનમાં મધુર ભંડારકરની સામે કેસ દાખલ કર્યો હતો. પ્રીતિએ આક્ષેપ કર્યો હતો કે, ભંડારકરે ૧૯૯૯થી લઇને ૨૦૦૪ વચ્ચેના ગાળામાં ૧૬ વખત તેના ઉપર બળાત્કાર ગુજાર્યો હતો. પ્રીતિએ એમ પણ કહ્યું હતું કે, પોતાની ફિલ્મમાં કામ આપવાની લાલચ આપીને મધુર ભંડારકર તેના ઉપર બળાત્કાર કરતો રહ્યો હતો. એ વખતે નિવેદનમાં પ્રીતિએ કહ્યું હતું કે, અમારી વચ્ચે આ ગાળામાં ૧૬ વખત સંબંધ બન્યા હતા. મધુર ભંડારકરે પોતાની ફિલ્મમાં લીડ રોલ આપવાનું વચન આપ્યું હતું. મધુર ભંડારકરે વચન આપ્યું હતું પરંતુ કોઇ ભૂમિકા ફિલ્મમાં આપી ન હતી. જ્યારે સંબંધ સ્થાપિત કરવા માટે ઇન્કાર કરવામાં આવ્યો ત્યારે મધુર ભંડારકરે બળજબરીપૂર્વક સંબંધો સ્થાપિત કર્યા હતા. પ્રીતિ જૈનને વર્ષ ૨૦૦૫ના કોન્ટ્રાક્ટ કીલરને હાયર કરવાના મામલામાં પકડી પાડવામાં આવી હતી. પ્રીતિ જૈને મધુર ભંડારકરના નામે સોપારી હતી. મોડેથી પ્રીતિ જૈનને જામીન મળી ગયા હતા. જા કે, આ મામલાએ બોલીવુડમાં ચર્ચા જગાવી હતી અને મધુર ભંડારકરની મુશ્કેલીઓ પણ વધારી હતી.

Related posts

જજ લોયાના મૃત્યુ મામલે ૧૨૦ વિપક્ષી સાંસદોએ એસઆઈટી તપાસની માંગણી કરી

aapnugujarat

અટલજીની અસ્થિઓ દરેક મોટી નદીમાં પ્રવાહિત કરાશે : યોગી આદિત્યનાથ

aapnugujarat

વડાપ્રધાન મોદીએ યુપીમાં ૮૧ પ્રોજેક્ટ લોંચ કર્યાં

aapnugujarat

Leave a Comment

URL