કેરળની યુવતી સૌમ્યા પર બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યા સાથે સંબંધિત કેસમાં કેરળ સરકારની ક્યુરેટિવ અરજી પણ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે આ માલામાં આરોપી ગોવિંદા ચામીને મર્ડર કેસમાં ફટકારવામાં આવેલી ફાંસીની સજા ૨૦૧૫માં ખતમ કરી દીધી હતી. આરોપીને મર્ડર કેસમાં સુપ્રીમ કોર્ટે દોષિત માન્યો ન હતો પરંતુ રેપ કેસમાં અપરાધી ઠેરવીને આજીવન કારાવાસની સજા ફટકારી હતી.સુપ્રીમ કોર્ટે પોતાના આ નિર્ણયની સામે કેરળ સરકારની ક્યુરેટિવ અરજીને આજે ફગાવી દીધી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જÂસ્ટસ જેએસ ખેહરના નેતૃત્વમાં બેંચે આ પિટિશન ફગાવી દીધી હતી અને કેટલાક સૂચન પણ કર્યા હતા. ગયા વર્ષે ૧૨મી નવેમ્બરના દિવસે સુપ્રીમ કોર્ટે આ મામલામાં રાજ્યસરાકરની સમીક્ષા અરજીને ફગાવી દીધી હતી. ત્યારબાદ સરકારે ક્યુરેટિવ અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જÂસ્ટસ ખેહર, જÂસ્ટસ દિપક મિશ્રા, જÂસ્ટસ જે ચેલામેશ્વર, જÂસ્ટસ રંજન ગોગોઈ, જÂસ્ટસ પીસી પંત, જÂસ્ટસ યુયુ લલિતે ચેમ્બરમાં મામલામાં વિચારણા કરી હતી. સંબંધિત દસ્તાવેજા પણ જાવામાં આવી ચુક્યા છે. સુપ્રીમ કોર્ટના અગાઉના ચુકાદાને ધ્યાનમાં લઇને આ સમગ્ર મામલામાં ક્યુરેટિવ અરજીનો મામલો બનતો નથી જેથી ક્યુરેટિવ અરજી ફગાવામાં આવી છે. ૨૩ વર્ષની સૌમ્યાની સાથે પહેલી ફેબ્રુઆરી ૨૦૧૧ના દિવસે બનાવ બન્યો હતો. કોચીથી ટ્રેનથી જતી સૌમ્યા ઉપર રેપના ઇરાદાથી હુમલો કરવામાં આવ્યો હતો જેમાં સૌમ્યા ટ્રેનથી પડી ગઈ હતી. ગોવિંદા ચામી પણ ટ્રેનમાંથી કુદી ગયો હતો અને સૌમ્યાની સાથે બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો ત્યારબાદ સૌમ્યાનું મોત થયું હતું.