Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

શાંતિ માટે ખાતરી અપાય તો પેલેટ ગન પર બ્રેક મુકી શકાય : સુપ્રીમ

પેલેટ ગનના ઉપયોગની સામે જમ્મુ કાશ્મીર બાર એસોસિએશન તરફથી દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેટલાક મહત્વપૂર્ણ સૂચન કર્યા હતા. સુપ્રીમ કોર્ટે કહ્યું હતુ ંકે, જા કાશ્મીરમાં લોકો અને તેમના પ્રતિનિધિ શાંતિ સ્થાપિત કરવા માટે પહેલ કરે છે તો તે આ મામલામાં આગળની વાતચીત કરવા માટે કેન્દ્ર સરકારને સૂચન કરી શકે છે. કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, જા કાશ્મીરી લોકોની તરફથી વિરોધ પ્રદર્શન દરમિયાન પોલીસ અને સુરક્ષા દળો ઉપર પથ્થરબાજી ન કરવાની ખાતરી આપવામાં આવે તો સીઆરપીએફ અને પોલીસને આગામી બે સપ્તાહ સુધી પેલેટ ગનનો ઉપયોગ ન કરવા માટે તે સૂચના આપી શકે છે. કેન્દ્ર સરકાર તરફથી કોર્ટમાં દલીલ કરતા એટર્ની જનરલ મુકુલ રોહતગીએ કહ્યું હતુ ંકે, સેના લોકોની જાન લેવા અથવા તો નુકસાન પહોંચાડવા માટે પેલેટ ગનનો ઉપયોગ કરી રહી નથી બલ્કે આનો ઉપયોગ સુરક્ષા દળો અને જવાનો દ્વારા આત્મ સુરક્ષાના અંતિમ વિકલ્પ તરીકે કરવામાં આવી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે એમ પણ કહ્યું હતુ ંકે, વિદ્યાર્થીઓએ પથ્થરબાજીઓમાં સામેલ થવાના બદલે સ્કૂલ કોલેજામાં જઇને હાજરી આપવી જાઇએ. માન્યતા પ્રાપ્ત રાજકીય પક્ષો સાથે કટોકટીને હળવી કરવા માટે વાતચીત કરવામાં આવશે. મંત્રણા માટે અલગતાવાદીઓ સાથે કોઇપણ પ્રકારની રજૂઆતને ચલાવી લેવામાં આવશે નહીં. સુપ્રીમ કોર્ટે સાફ શબ્દોમાં કહ્યું હતું કે, એકબાજુ પથ્થરમારાના બનાવ અને બીજી બાજુ વાતચીત શક્ય નથી. હકારાત્મક શરૂઆતની જરૂર છે. ન્યાયિક મુદ્દાને લઇને સુપ્રીમ કોર્ટમાં ખુબ જ સાવધાનીપૂર્વકનું વલણ આ મામલે અપનાવી રહી છે. સમગ્ર મામલામાં વધુ સુનાવણી ૯મી મેના દિવસે હાથ ધરવામાં આવશે. પેલેટ ગનના ઉપયોગ ઉપર પ્રતિબંધની માંગ કરતી અરજીને ૨૨મી સપ્ટેમ્બરના દિવસે જમ્મુ કાશ્મીર હાઈકોર્ટે ફગાવી દીધી હતી. કેન્દ્ર સરકારે પહેલાથી જ નિષ્ણાતોની એક કમિટિ બનાવી છે જે પેલેટ ગનના વિકલ્પના મામલામાં ચકાસણી કરી રહી છે. આ સંદર્ભમાં સુપ્રીમને પણ જાણ કરવામાં આવી છે. જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ બાર એસોસિએશન દ્વારા પેલેટ ગનના ઉપયોગ ઉપર સ્ટે મુકવાની માંગ કરીને અરજી દાખલ કરવામાં આવી હતી. કારણ કે મોટી સંખ્યામાં લોકોના મોત પેલેટ ગનના ઉપયોગના કારણે થયા છે. ૧૦મી એપ્રિલના દિવસે છેલ્લી સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, રબર બુલેટના વિકલ્પની ચકાસણી થઇ રહી છે. પેલેટ ગનને લઇને વિરોધ પ્રદર્શન ્‌મોટાપાયે પહેલાથી જ રહ્યું છે. સમગ્ર મામલામાં નવમી મેના દિવસે વધુ સુનાવણી થશે.સુપ્રીમ કોર્ટે બંને પક્ષોને સંયુક્ત પગલા લેવા માટે સૂચન કર્યું છે. કાશ્મીર ખીણમાં Âસ્થતિ હાલમાં સારી નથી. પેલેટ ગનનો મામલો પણ ચર્ચાસ્પદ બનેલો છે.

Related posts

धारा 370 पर राष्ट्रपति के आदेश के खिलाफ SC पंहुचा नेशनल कॉन्फ्रेंस

aapnugujarat

સેંસેક્સ ૧૧૯ પોઇન્ટ સુધરીને બંધ

aapnugujarat

પુલવામા હુમલોઃ એસબીઆઈએ શહીદ જવાનોની લોન માફ કરી, રિયલ એસ્ટેટ સંગઠન ક્રેડાઈ પરિવારોને આપશે ઘર

aapnugujarat

Leave a Comment

URL