સરકારે આજે આક્રમક વલણ અપનાવીને સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, કાશ્મીરમાં શાંતિ સ્થાપિત કરવા માટે અલગતાવાદીઓ અને સ્વતંત્રતાની માંગ કરનાર તત્વો સાથે કોઇપણ પ્રકારની વાતચીત કરશે નહીં. સરકારે કહ્યું હતું કે, સુપ્રીમ કોર્ટ અલગતાવાદીઓ સાથે વાતચીત કરવા માટે ફરજ પાડી શકે નહીં. જમ્મુ એન્ડ કાશ્મીર બાર એસોસિએશને વાતચીતમાં હુર્રિયત નેતાઓને સામેલ કરવાની વાત કરી છે. મુખ્ય ન્યાયાધીશ જગદીશસિંહ ખેહર, ન્યાયમૂર્તિ ધનંજય ચદ્રચુડ, ન્યાયામૂર્તિ સંજય કિશનની બનેલી બેંચ સમક્ષ આવો દાવો કરવામાં આવ્યો હતો. સરકાર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી. ત્રણ સભ્યોની ખંડપીઠ સમક્ષ સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી અને કઠોર વલણ અપનાવવામાં આવ્યું હતું. જમ્મુ કાશ્મીર બાર એસોસિએશન તરફથી કરવામાં આવેલી રજૂઆતને ફગાવી દેવામાં આવી હતી. કેન્દ્ર સરકાર સંકટને ઉકેલવા માટે આગળ આવી રહી નથી તેવી દલીલ કરવામાં આવી હતી. કેન્દ્ર સરકાર તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે, હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી મહેબુબા મુફ્તી સાથે વાતચીત થઇ છે જેમાં વર્તમાન Âસ્થતિ ઉપર ચર્ચા વિચારણા કરવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું હતું કે, કાશ્મીરમાં જારી અશાંતિને શાંત કરવા માટે અલગતાવાદી નેતાઓ અથવા તો એવા લોકો સાથે વાતચીત કરશે નહીં જે ભારતથી સ્વતંત્ર થવાની માંગ કરી રહ્યા છે. પેલેટ ગનના ઉપયોગની સામે જમ્મુ કાશ્મીર બાર એસોસિએશન તરફથી દાખલ કરવામાં આવેલી અરજી ઉપર સુનાવણી દરમિયાન કેન્દ્ર સરકાર સુપ્રીમ કોર્ટ સમક્ષ કેટલીક રજૂઆત કરી હતી. આના ઉપર કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, તેઓ માત્ર એવા જ લોકો સાથે વાતચીત કરવા માટે તૈયાર છે જે જનતાના પ્રતિનિધિ બનીને તેમની તરફથી સરકારની સમક્ષ વાતચીત કરવા માટેની કાયદેસરતા ધરાવે છે. કેન્દ્ર સરકારે વાતચીતની શક્યતાને લઇને પોતાની રજૂઆત કરતા કહ્યું હતું કે, તે વાતચીત માટે તૈયાર છે પરંતુ ભારતથી સ્વતંત્ર થવા ઇચ્છુક લોકો અને અલગ થવાની માંગ કરનાર લોકો સાથે વાતચીતકરશે નહીં. બાર એસોસિએશને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર આ વાતચીતમાં હુર્રિયત નેતાઓને પણ સામેલ કરે અને બંધારણના હદમાં રહીને વાતચીતની શરતને છોડી દે. સુનાવણી દરમિયાન કાશ્મીર ખીણમાં સેના અને સુરક્ષા દળો દ્વારા ઉગ્ર ભીડ ઉપર પેલેટ ગનના ઉપયોગને લઇને મહત્વપૂર્ણ ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું હતું કે, જા વિરોધ પ્રદર્શન કરનાર તરફથી યોગ્ય ખાતરી આપવામાં આવે તો સરકાર પહેલ કરી શકે છે. કોર્ટે કહ્યું હતું કે, જા કાશ્મીરમાં લોકો અને તેમના પ્રતિનિધિ ખાતરી આપે તો Âસ્થતિ સુધરી શકે છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીર બાર એસોસિએશનના લીડરોને કહ્યું હતું કે, તેઓ રાજ્યના વર્તમાન તણાવને ખતમ કરવા અને Âસ્થતિને સામાન્ય કરવાને ધ્યાનમાં લઇને આવા લોકોના નામ રજૂ કરે જે કાશ્મીરી જનતાના પ્રતિનિધિ તરીકે કેન્દ્ર સરકાર સાથે વાતચીત કરી શકે છે. જમ્મુ કાશ્મીરના હાઈકોર્ટના બાર એસોસિએશન દ્વારા સુપ્રીમ કોર્ટમાં એક અરજી દાખલ કરીને પેલેટ ગનના ઉપયોગ ઉપર પ્રતિબંધ મુકવાની માંગ કરી હતી.
કેન્દ્ર સરકારે પેલેટ ગનના ઉપયોગને લઇને બચાવ કર્યો હતો. બાર એસોસિએશન તરફથી કરવામાં આવેલી દલીલોને સાંભળવામાં આવી હતી. એસોસિએશને એમ પણ કહ્યું હતું કે, પ્રદેશની Âસ્થતિને સુધારવા માટે તેમજ આ સમગ્ર મામલામાં કોઇના પક્ષ લીધા વગર ભૂમિકા અદા કરવી પડશે. બાર એસોસિએશન સુરક્ષા દળોની તરફેણ કરી શકે નહીં. પથ્થરબાજાની તરફેણ કરી શકે નહીં.
પાછલી પોસ્ટ