Aapnu Gujarat
રમતગમત

ગુજરાત લાયન્સને પરાજિત કરવા મુંબઇ સજ્જ

આજે મુંબઈ અને ગુજરાત લાયન્સ વચ્ચે જંગ ખેલાનાર છે. મુંબઈ હજુ સુધી સૌથી શાનદાર દેખાવ સાથે પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને રહી છે. મુંબઇ આજેની મેચ જીતીને વધારે સારા રનરેટ સાથે પ્રથમ સ્થાને પહોંચી જવાના પ્રયાસ કરશે. મુંબઈની ટીમમાં જે સ્ટાર ખેલાડીઓ છે તે શાનદાર ફોર્મમાં દેખાઈ રહ્યા છે જેમાં પોલાર્ડનો સમાવેશ થાય છે. પોલાર્ડ ઉપરાંત બટલર, હરભજનસિંહ, હાર્દિક પંડ્યા, કૃણાલ પંડ્યા શાનદાર દેખાવ કરી રહ્યા છે. પંડ્યા બંધુઓની જારદાર બેટીંગ અને બોલીંગથી પણ મુંબઈને ફાયદો થયો છે. બીજી બાજુ ગુજરાત લાયન્સની ટીમ પણ વધુ શાનદાર દેખાવ કરવા માટે સજ્જ દેખાઈ રહી છે.હાલમાં ફિન્ચ પર તમામની નજર કેન્દ્રિત થઇ છે. ગુજરાતે હજુ સુધી આઠ મેચો રમી છે જે પૈકી ત્રણમાં જીત થઇ છે અને પાંચમાં તેની હાર થઇ છે. પોઇન્ટ ટેબલમાં હાલમાં દિલ્હીની ટીમ સૌથી છેલ્લા સ્થાને છે. વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો પાંચમી એપ્રિલથી શરૂ થઈ હતી જે હવે ૧૪મી મે વચ્ચે રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે.

Related posts

नेमार ने रोनाल्डो को पीछे छोड़ा

editor

ટી ૨૦ વર્લ્ડ કપમાં રવિ શાસ્ત્રીનો સીધો મુકાબલો ૭ આફ્રિકન અને ૩ ઓસ્ટ્રેલિયન કોચ સામે થશે

editor

આઈપીએલની મેચોમાં ઈંગ્લેન્ડના ખેલાડીઓનું રમવું મુશ્કેલ

editor

Leave a Comment

URL