Aapnu Gujarat
રમતગમત

બેંગલોર અને રાઈઝીંગ પુણે વચ્ચે આજે રોચક જંગ

પુણેમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને રાઈઝીંગ પુણે વચ્ચે પણ મેચ રમાનાર છે. રાઈઝીંગ પુણેની ટીમનો દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. પરંતુ આ ટીમ હવે તેનો દેખાવ સતત સુધારી રહી છે.આ ટીમે હજુ સુધી આઠ મેચો રમી છે જે પૈકી ચારમાં જીત અને ચારમાં હાર થઇ છે. તે આઠ પોઇન્ટ સાથે હાલમાં ચોથા સ્થાને છે. રાઈઝીંગ પુણે સુપરની ટીમમાં સ્ટીવ સ્મીથને કેપ્ટન તરીકેની જવાબદારી સોંપવામાં આવ્યા બાદથી આ ટીમનો દેખાવ અપેક્ષા કરતા નબળો રહ્યો છે. મહેન્દ્રસિંહ ધોની એક ખેલાડી તરીકે ટીમમાં રમી રહ્યો છે. તમામ ખેલાડીઓ તેમની ક્ષમતા કરતા કંગાળ દેખાવ કરી રહ્યા છે. સ્ટીવ સ્મીથ શરૂઆતની મેચોમાં જારદાર દેખાવ કર્યા બાદ ફ્લોપ રહ્યો છે. ટીમમાં ઈમરાન તાહીર, મહેન્દ્રસિંહ ધોની, અંજકયે રહાણે જેવા ખેલાડીઓ છે પરંતુ આ ટીમ અપેક્ષા કરતા નબળો દેખાવ કરી રહી છે. બીજી બાજુ આજે તેની સામે મેદાનમાં ઉતરનાર રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ લડાયક મૂડમાં દેખાઈ રહી છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમે પણ કંગાળ દેખાવ કર્યો છે તેની હાલત પણ પુણે કરતા પણ ખરાબ રહી છે.રોયલ ચેલેન્જર્બ બેંગલોરે હજુ સુધી નવ મેચો રમી છે જે પૈકી માત્ર બેમાં જ જીત થઇ છે અને છ મેચમાં તેની હાર થઇ છે. આના કારણે ક્રિકેટ ચાહકો પણ હેરાન છે. રોયલ ચેલેન્જર્સમાં સૌથી ધરખમ ખેલાડી રમી રહ્યા છે પરંતુ તેનો દેખાવ સૌથી નિરાશાજનક રહ્યોછે. આ મેચનુ પ્રસારણ પુણેથી કરવામાં આવનાર છે. સ્ટાર પર તમામની નજર રહેશે.

Related posts

हरियाणा स्टीलर्स ने यू-मुम्बा को 30-27 से हराया

aapnugujarat

આઈપીએલ : આવતીકાલે રાજસ્થાન અને મુંબઈ ટકરાશે

aapnugujarat

PKL-7 : Bengal Warriors defeated Dabang Delhi by 42-33

aapnugujarat

Leave a Comment

URL