Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

રોબર્ટ વાઢેરાએ ૫૦.૫૦ કરોડનો ગેરકાયદે લાભ ઉઠાવ્યો : ઢીંગરા કમીશન

કોંગ્રેસના પ્રમુખ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરાએ વર્ષ ૨૦૦૮માં હરિયાણામાં એક જમીન સોજાબાજીથી ગેરકાયદે રીતે ૫૦.૫૦ કરોડ રૂપિયાનો લાભ મેળવ્યો હતો. જ્યારે આ સોદાબાજીમાં તેમના કોઇ પૈસા ખર્ચ થયા ન હતા. એમ માનવામાં આવે છે કે જસ્ટીસ એસએન ઢીંગરા કમીશન આ તારણ પર પહોંચી ગયુ છે. કમીશનના રિપોર્ટ પર જાણકારી રાખનાર લોકો દ્વારા આ મુજબની માહિતી આપી છે. મામલાની જાણકારી ધરાવનાર લોકોએ કહ્યુ છે કે વાઢેરાની કંપનીને ફાયદો પહોંચાડી દેવા માટે સાંઠગાઠ બનાવવામાં આવી હતી. પંચે વાઢેરા અને તેમની કંપનીઓ તરફથી ખરીદવામા આવેલી પ્રોપર્ટીમાં તપાસ કરવા માટે સુચના આપી છે. વાઢેરા અને સ્કાઇલાઇટ હોÂસ્પલિટીના વકીલ સુમન ખેતાને કહ્યુ છે કે વાઢેરા અને સ્કાઇલાઇટે કોઇ ખોટી હરકત કરી નથી. કોઇ કાયદાનો ભંગ પણ કરવામાં આવ્યો નથી. તેમણે કહ્યુ હતુ કે જમીન પૈસા ચુકવીને ખરીદી લેવામાં આવી હતી. ઇન્કમટેક્સની ચુકવણી પણ કરી છે. ઢીગરા કમિશનની રચના મે ૨૦૧૫માં કરવામાં આવી હતી. હરિયાણાની મનોહર લાલ ખટ્ટર સરકાર દ્વારા તેની રચના કરવામાં આવી હતી. પંચને ગુડગાવના ચાર ગામમાં લેન્ડ યુઝ બદલવા માટે લાયસન્સ આપવાના મામલે તપાસ કરવા માટે કહ્યુ હતુ. આ તપાસમાં વાઢેરાની કંપની સ્કાઇ લાઇટ પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવેલા લાયસન્સની તપાસ પણ સામેલ છે. પંચે પોતાનો હેવાલ ૩૧મી ઓગષ્ટને દિવસે સોંપી દેવામાં આવ્યો હતો. પ્રદેશની સરકારે આ રિપોર્ટને સુપ્રીમ કોર્ટની પાસે સિલ્ડ કવરમાં મોકલી દીધો છે. જસ્ટીસ એકે ગોયલ અને જસ્ટીસ યુયુ લલિતની બેંચે ડીલ્સ સાથે જાડાયેલી એક પેન્ડિંગ અરજી પર રિપોર્ટની માંગ કરી હતી. હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હૂડા ઢીંગરા કમિશનને બનાવવામાં આવ્યા બાદ તેના બંધારણને લઇને પડકાર ફેંક્યા હતા. ઢીંગરા કમિશનની રચનાની બંધારણીયતાને પડકાર ફેંકીને દાખલ કરવામાં આવેલી અરજી હજુ પણ પેન્ડિંગ રહેલી છે. પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે હરિયાણા સરકારના રેકોર્ડની ચકાસણી કરી લીધી છે. હરિયાણા સરકારની એવી ખાતરી રેકોર્ડ કરવામાં આવી છે કે, રિપોર્ટ જાહેર કરવામાં આવશે નહીં. મામલાની માહિતી આપનાર લોકોએ કહ્યું છે કે, હરિયાણા સરકારના એક અધિકારીએ પંચની સામે જુબાની આપી હતી. આ વ્યÂક્તએ રોબર્ટ વાઢેરાની કંપની સ્કાયલાઇટની રિયલ એસ્ટેટ સંબંધિત ક્ષમતાઓ ઉપર પ્રશ્નોના સંદર્ભમાં જુબાની આપી હતી. અધિકારીઓનું કહેવું છે કે, સોનિયા ગાંધીના જમાઈ હોવા અને પોતાને એક વીઆઈપી દર્શાવવાના મામલામાં વાઢેરાની પાસે કોલોની બનાવવાની ક્ષમતા છે. ઢીંગરા કમિશનનો રિપોર્ટની માહિતી ધરાવનાર લોકોનું કહેવું છે કે, વાઢેરાના સંદર્ભમાં વિગત પહેલા એકત્રિત કરી લેવામાં આવી હતી. રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, વાઢેરાના પÂત્ન પ્રિયંકા ગાંધી વાઢેરાએ ફેબ્રુઆરી ૨૦૧૦માં અમીપુર ગામમાં એક પ્રોપર્ટીની ખરીદી કરી હતી. પ્રિયંકા વાતચીતમાં કહ્યું છે કે, આ પ્લોટની ખરીદીના સ્કાઇલાઇટના કારોબાર સાથે અથવા તો ડીએલએફ સાથે કોઇ સંબંધ નથી.

Related posts

ઔરંગાબાદમાં રાજ ઠાકરેને રેલી યોજવા મંજૂરી

aapnugujarat

पान दुकानों पर चिप्स की बिक्री पर रोक लगाने की तैयारी

aapnugujarat

चंद्रयान २ : हमें आज भारत और उसके वैज्ञानिकों पर गर्व है : भूटान पीएम

aapnugujarat

Leave a Comment

URL