ભ્રષ્ટ રાજ્યોના મામલે દેશમાં કર્ણાટક પ્રથમ સ્થાને પહોંચી ગયુ છે. હાલમાં કરવામાં આવેલા નવા સર્વેમાં આ મુજબની વિગત સપાટી પર આવી છે. જાહેર સેવા માટે લોકો દ્વારા ચુકવવામાં આવતી લાંચના આધાર પર રાજ્યોની યાદી તૈયાર કરવામાં આવી છે. એનજીઓ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ મુજબની વાત કરવામા ંઆવી છે. કર્ણાટક બાદ જે રાજ્યો ભ્રષ્ટાચારની યાદીમાં આવે છે તેમાં તમિળનાડુ, મહારાષ્ટ્ર, જમ્મુ કાશ્મીર અને પંજાબનો સમાવેશ થાય છે. આ તમામ રાજ્યોના લોકો જાહેર સેવા માટે જંગી લાંચ ચુકવે છે. તેમના દ્વારા ચુકવવામાં આવેલી લાંચના આધાર પર રાજ્યોની યાદી નક્કી કરવામાં આવી છે. ૨૦ રાજ્યોને આવરી લઇને કરવામા ંઆવેલા સેન્ટર ફોર મિડિયા સ્ટડી સર્વેમાં કહેવામાં આવ્યુ છે કે હિમાચલ પ્રદેશ, કેરળ અને છત્તિસગઢ ઓછા ભ્રષ્ટાચારી રાજ્યો છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે પરિવારો પૈકી મોટા ભાગના લોકો જાહેર સેવા માટે લાંચની ચુકવણી કરે છે. સર્વે કરતી વેળા શહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં ૩૦૦૦ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભાગ લેનાર અડધા ભાગના લોકો માને છે કે જાહેર સેવામાં ભ્રષ્ટાચારનુ પ્રમાણ ઘટી રહ્યુ છે. નવેમ્બર ૨૦૧૬ અને ડિસેમ્બર ૨૦૧૬ બાદ નોટબંધીના નિર્ણય બાદથી જાહેર સેવામાં ભ્રષ્ટાચારનુ પ્રમાણ ઘટી રહ્યુ છે. ૨૦ રાજ્યો અને ૧૦ પÂબ્લક સર્વિસને આવરી લઇને આ સર્વેના તારણ જારી કરવામાં આવ્યા હતા. લોકો દ્વારા ૨૦૧૭માં જે લાંચની રકમ ચુકવવામાં આવી છેતેનો આંકડો ૬૩૫૦ કરોડની આસપાસનો પહોંચ્યો છે. કર્ણાટક સૌથી ભ્રષ્ટ રાજ્યોમાં સામેલ રહ્યું છે તે બાબત ભારે આશ્ચર્ય સર્જે છે.