સીબીઆઈ બાદ હવે ઇડીએ પણ તૃણમુલ કોંગ્રેસના નેતાઓ સાથે જાડાયેલા નારદા સ્ટિંગ મામલામાં કેસ દાખલ કરી દીધો છે. ઇડી ટૂંક સમયમાં જ પુછપરછ માટે આ નેતાઓને સમન્સ જારી કરે તેવી શક્યતા દેખાઈ રહી છે. છેલ્લા સપ્તાહમાં સીબીઆઈએ ટીએમસી નેતા મદન મિત્રા, મુકુલ રોય, સોગત રાવ અને અન્ય ૧૦ પર એફઆઈઆર દાખલ કરવામાં આવી ચુકી છે. આ મામલામાં સુપ્રીમ કોર્ટે કોલકાતા હાઈકોર્ટના ચુકાદાને પડકાર ફેંકનાર પશ્ચિમ બંગાળ સરકારની અરજીને ફગાવી દીધી છે. સોમવારના દિવસે ટીએમસી પ્રમુખ મમતા બેનર્જીએ પાર્ટી નેતાઓ ઉપર એફઆઈઆર દાખલ કરવાના નિર્ણયને રાજકીય કાવતરા તરીકે ગણાવીને ફગાવી દીધા હતા. તેમણે કહ્યું હતું કે, એફઆઈઆરમાં નામ હોવાની Âસ્થતિમાં કોઇ આરોપ સાબિત થતાં નથી. આ અગાઉ ૧૭મી માર્ચના દિવસે કોલકાતા હાઈકોર્ટે સીબીઆઈએ ટીએમસી સાંસદો અને નેતાઓ ઉપર લાંચ લેવાના આરોપના મામલામાં તપાસ કરવાના આદેશ કરવામાં આવ્યા હતા. આના પર પ્રતિક્રિયા આપતા મમતા બેનર્જીએ આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર ફેકવાની વાત કરી હતી. અત્રે નોંધનીય છે કે, ૨૦૧૬માં થયેલી રાજ્ય વિધાનસભાની ચૂંટણી પહેલા આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ સ્ટીંગ ઓપરેશનના ટેપ અનેક મીડિયા સંસ્થાઓ પાસે પહોંચી ગયા હતા. આમા પશ્ચિમ બંગાળની સત્તારુઢ તૃણમુલ કોંગ્રેસના નેતાઓ ઉપર લાંચના આક્ષેપ કરવામાં આવ્યા હતા. બીજી બાજુ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી પણ હવે ભાજપની વધતી જતી લોકપ્રિયતાથી પરેશાન થયેલા છે. અમિત શાહ હાલમાં જ બંગાળમાં હતા અને તેઓ કહી ચુક્યા છે કે, આગામી ચુંટણીમાં તૃણમુલ કોંગ્રસનો પણ હવે સફાયો થનાર છે અને ભાજપ પશ્ચિમ બંગાળમાં પણ બહુમતિ સાથે આગામી ચૂંટણી બાદ સરકાર બનાવશે. બંગાળમાં હાલ ચૂંટણી આડે સમય છે પરંતુ ભાજપે આક્રમક તૈયારી હાથ ધરી છે.
આગળની પોસ્ટ