Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

દિલ્હી ઇફેક્ટ : પંજાબમાં એએપીમાં ભંગાણના સંકેત

દિલ્હીમાં એમસીડીની ચૂંટણીમાં કારમી હાર થયા બાદ હવે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલના નેતૃત્વમાં આમ આદમી પાર્ટીની હાલત કફોડી બનેલી છે. પાર્ટીના ટોપના નેતાઓ અને કાર્યકરોમાં ભારે હતાશા પ્રવર્તી રહી છે. દિલ્હી એમસીડીની ચૂંટણીમાં હાર થયા બાદ પંજાબમાં આમ આદમી પાર્ટીમાં ભંગાણ પડવાના સંકેત દેખાઇ રહ્યા છે. પાર્ટીના પંજાબ એકમના લોકો ભારે ખુશ છે. આમ આદમી પાર્ટીમાં પ્રવર્તી રહેલી નિરાશાના સમાચાર વચ્ચે તેના રાજ્યના કન્વીનર ગુરપ્રીત સિંહે કહ્યુ છે કે સ્થાનિક લોકો સાથે હાઇ કમાન્ડના લોકો દ્વારા સંપર્ક કરવામાં આવી રહ્યા નથી. રાજ્ય એકમના લોકોને વિશ્વાસમાં લેવામાં આવી રહ્યા નથી. મંચને એક સાથે રાખવાની તાકીદની જરૂરીયાત હાલમાં દેખાઇ રહી છે. તેમણે કહ્યુ હતુ કે અન્ય રાજકીય પક્ષો પરિÂસ્થતીનો લાભ લઇને એએપીના ધારાસભ્યોને પોતાની તરફેણમાં કરી શકે છે. તેમણે કહ્યુ છે કે એએપીમાં નિરાશાના સમાચાર સાચા છે. જે રીતે પાર્ટીએ સ્થાનિક લોકો અને સ્થાનિક નેતાઓ સાથે અંતર રાખ્યા છે તેનાથી સંકેત સારા દેખાઇ રહ્યા નથી. કારણ કે આના કારણે પાર્ટીના સભ્યોમાં આત્મવિશ્વાસનો અભાવ વધી શકે છે. આના કારણે પાર્ટી વિભાજનની દિશામાં આગળ વધી શકે છે.
એવા અહેવાલ પણ આવી રહ્યા છે કે ઓછામાં ઓછા બે એએપી નેતા હાલમાં કોંગ્રેસની સાથે સંપર્કમાં છે. જા કે સંપર્ક કરવામાં આવતા આ સભ્યોએ આવા હેવાલને રદિયો આપ્યો હતો. એએપીના નેતાઓએ કહ્યુ હતુ કે હાલમાં આવી કોઇ યોજના નથી. પાર્ટીને આશા છે કે ટોપ લીડરશીપ આ દિશામાં કેટલાક પગલા લેશે અને એકતાને જાળવી રાખશે. આમ આદમી પાર્ટીમાં આંતરિક ખેંચતાણનો દોર ચાલી રહ્યો છે.
પંજાબ એકમમાં પણ બળવા ખતરો તોળાઈ રહ્યો છે. ગુરપ્રિતસિંહ ઘુગ્ગીએ કહ્યું છે કે, પાર્ટી હાઈકમાન્ડ રાજ્યમાં સ્થાનિક કાર્યકરો અને નેતાઓને નજર અંદાજ કરી રહી છે. પડકારરુપ સમયમાં તમામને સાથે રાખવાની જરૂર છે. એએપીના ધારાસભ્યોને પોતાની ટીમમાં લેવાના પ્રયાસ હાલમાં કરવામાં આવી રહ્યા છે. જે રીતે એએપીએ પોતાના સ્થાનિક કાર્યકરો અને નેતાઓથી અંતરજાળવ્યા છે તેનાથી લોકો પાર્ટીથી અલગ થવાના વિચાર કરી રહ્યા છે. અમને તરત નીતિમાં સુધારા કરવાની જરૂર છે. પાર્ટીની આગામી રાજકીય મામલાની બેઠકમાં આ મુદ્દાને ઉઠાવવામાં આવશે. બીજી બાજુ પાર્ટીના ભંગાળની શંકા પણ દેખાઈ રહી છે. ઘણા નેતા ભાજપ સાથે સંપર્કમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. એએપીના નેતાએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, પાર્ટીનો મનોબળ તુટી ગયો છે. અનેક પ્રકારની અફવાઓ ફેલાયેલી છે. એવા અહેવાલ પણ છે કે, એક ડઝનથી વધુ ધારાસભ્યો નવી પાર્ટી બનાવવાના સંદર્ભમાં વિચારણા કરી રહ્યા છે. આવનાર સમયમાં કેટલાક લોકો સામે કાર્યવાહી પણ થઇ શકે છે. પંજાબના નવા પ્રમુખની જાહેરાત કરવામાં આવી શકે છે. શિરોમણી અકાળી દળે પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી કરતા વધારે મત મળ્યા હતા. એએપીને રાજ્યમાં ૨૦ સીટ મળી હતી.

Related posts

शाहनवाज बोले- धारा 370 और 35 ए पर नहीं बदलने वाला BJP का स्टैंड

aapnugujarat

बरेली जिले में  बस-ट्रक में टक्कर के बाद बस में लगी आगः २२ जिंदा जले

aapnugujarat

બારામુલા જિલ્લામાં વિસ્ફોટકોનો જથ્થો જપ્ત

aapnugujarat

Leave a Comment

URL