હોલિવુડની લોકપ્રિય અભિનેત્રી અને જુદા જુદા ક્ષેત્રોમાં જાડાયેલી ખુબસુરત એન્જેલિના જાલી હાલમાં બ્રિટીશ ઉદ્યોગપતિ સાથે પ્રેમમાં પડી હોવાના હેવાલ મળ્યા છે. બ્રાડ પીટ સાથે સંબંધ તુટી ગયા બાદ અને બાળકોને પોતાની પાસે રાખવા માટે લડાઇ લડી રહેલી એન્જેલિના હાલમાં ડેટિગ કરી રહી છે. એમ કહેવામાં આવી રહ્યુ છે કે બન્નેને હાલના દિવસોમાં સાથે સમય ગાળતા જાવામાં આવ્યા છે. બન્ને સાથે ક્વાલિટી સમય ગાળી રહ્યા છે. હોલિવુડ લાઇફ ડોટ કોમના સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે બ્રાડ પીટ અને જાલી અલગ થયા બાદ તેમની વચ્ચે બાળકોને લઇને કાયદાકીય લડાઇ ચાલી રહી છે. જાણકાર લોકોનુ કહેવુ છે કે બ્રાડ પીટ સાથે અલગ થયા બાદ એન્જેલિના જાલી ખુબ મુશ્કેલ તબક્કામાંથી બહાર નિકળી છે. પરંતુ હવે ખુશ છે. તે બ્રિટીશ ઉદ્યોગપતિના પ્રેમમાં પડી છે. આ બ્રિટીશ ઉદ્યોગપતિ રાજકીય ઓળખ પણ ધરાવે છે. બન્ને કેટલીક વખત મળી ચુક્યા છે. માલિબુમાં બન્ને કેટલીક વખત મળી ચુક્યા છે. બ્રાડ પીટ સાથે છુટા છેડા થઇ ગયા બાદ તેમની વચ્ચે બેઠક અહીં જ યોજાય છે. એન્જેલિના જાલીની લાઇફમાં આવેલી આ હસ્તી અંગે માહિતી મેવી લેવાના પ્રયાસ થઇ રહ્યા છે.
બન્ને વચ્ચે સૌથી પહેલા મુલાકાત ગયા વર્ષે લંડનમાં થઇ હતી. એન્જેલિના જાલી હાલમાં પણ કેટલાક જુદા જુદા ક્ષેત્રમાં સક્રિય થ્થયેલી છે. જાલી હોલિવુડની સૌથી વ્યસ્ત સ્ટાર પૈકી એક તરીકે રહી છે. તેની માંગ હોલિવુડની ફિલ્મો માટે હજુ પણ સક્રિય રહેલી છે. જા કે તે સામાજિક ક્ષેત્રો સાથે વધારે જાડાયેલી છે. જાલી અને બ્રાડની જાડી એક સમય સૌથી લોકપ્રિય જાડી હતી. બ્રાડ પીટ પોતે પણ ભારે તકલીફમાંથી પસાર થઇ રહ્યો છે.