બોલિવુડના ખેલાડી અક્ષય કુમારની આવનારી ફિલ્મ પેડમેનમાં અભિનેત્રી તરીકે કોણ રહેશે તે બાબત અંગે નિર્ણય કરવામાં આવી ચુક્યો છે. ફિલ્મમાં હવે અક્ષય કુમારની સાથે સોનમ કપુર અને રાધિકા આપ્ટે કામ કરી રહી છે. સોનમ કપુર અક્ષય કુમારની સાથે બીજી વખત કામ કરવા જઇ રહી છે. બન્ને અગાઉ વર્ષ ૨૦૧૧માં નજરે પડ્યા હતા. પૈડમેનના નિર્દેશનની જવાબદારી આર બાલ્કી કરનાર છે. જ્યારે નિર્માણની જવાબદારી ટ્વીન્કલ ખન્ના સંભાળી રહી છે. તેની સૌથી પહેલા ૧૦મી ફેબ્રુઆરીના દિવસે જાલી એલએલબી-૨ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મમાં તેની સાથે હુમા કુરેશીની ભૂમિકા હતી. ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી ગઇ હતી.
તેમની જાડી પ્રથમ વખત ચમકી હતી. આ ફિલ્મ રજૂ કરવામાં આવ્યા બાદ તેની બીજી જુનના દિવસે સ્વચ્છ ભારત અભિયાન પર આધારિત ફિલ્મ ટોઇલેટ રજૂ કરવામાં આવી હતી. આ ફિલ્મ એક લવસ્ટોરી ફિલ્મ છે. ૧૧મી ઓગષ્ટના દિવસે તેની ત્રીજી ફિલ્મ ક્રેક રજૂ કરવામાં આવનાર છે. આ ફિલ્મ નીરજ પાન્ડે બનાવી રહ્યા છે. અક્ષય કુમારની સાથે નીરજ પાન્ડેની આ ત્રીજી ફિલ્મ રહેશે. દિવાળી પર અક્ષય કુમારની મોટી ફિલ્મ રજૂ થવા જઇ રહી છે. જેમાં રજનિકાંત મુખ્ય અભિનેતા તરીકે છે. ટુ નામની આ ફિલ્મમાં તે વિલન તરીકે રજૂ થનાર છે. હવે આર બાલ્કીની નવી ફિલ્મ પૈડમેન માટે તેની પસંદગી કરવામાં આવી છે. રાધિકાની ગણતરી સારી અને કુશળ અભિનેત્રી તરીકે કરવામાં આવે છે. રાધિકા હાલના વર્ષોમાં જારદાર સફળ સાબિત થઇ રહી છે. રાધિકા સેક્સ સિમ્બોલ તરીકેની છાપ ધરાવે છે. તેના ચાહક વર્ગના લોકોની સંખ્યા વધી રહી છે. અક્ષય કુમાર પોતાની ફિલ્મોને લઇને વ્યસ્ત બની રહી છે.