Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ રાષ્ટ્રીય

સૌથી સસ્તી વિમાની યાત્રા ઉડાણનો મોદી દ્વારા પ્રારંભ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિમાચલપ્રદેશમાં પણ આજે ચૂંટણી પ્રચાર માટેનું રણશીંગુ ફૂંકી દીધું હતું. મોદીએ નામનો ઉલ્લેખ કર્યા વગર હિમાચલપ્રદેશના મુખ્યમંત્રી ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે હાલમાં ઘણા મુખ્યમંત્રીઓનો સમય વકીલોની સાથે વધારે નીકળે છે. મોદીએ પોતાની શ્રેણીબદ્ધ કલ્યાણ યોજનાઓના ઉલ્લેખ કરતા કહ્યું હતું કે તેમની સરકારનો હેતુ તમામ વર્ગના લોકોના વિકાસનો રહેલો છે. મોદીની રેલીમાં મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા તેમણે કહ્યું હતું કે લોકોને ભૂતકાળની વાત ક્યારેય ભુલવી જાઈએ નહીં. નવી સરકાર આવ્યા બાદ જે ફેરફાર દેખાઈ રહ્યા છે તેની નોંધ લેવી જાઈએ. તેમણે કહ્યું હતું કે હિમાચલપ્રદેશમાં ટ્યુરીઝમની વ્યાપક તકો રહેલી છે. આના કારણે લોકોને રોજગારી મળશે. સાથે સાથે ભ્રષ્ટાચારને દુર કરવા માટે ભીમ એપનો વ્યાપક ઉપયોગ કરવા મોદીએ લોકોને અપીલ કરી હતી. તેમણે કહ્યું હતું કે અગાઉની સરકારો વન રેન્ક વન પેન્શનના મુદ્દે માત્ર વાતો જ કરી રહી હતી. જ્યારે તેમની સરકાર આવી ત્યારે આ મુદ્દાને હાથ ધરવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે આ ખૂબ જટીલ સમસ્યા હતા. અગાઉની સરકાર વન રેન્ક વન પેન્શન માટે ૫૦૦ કરોડ રૂપિયાની વાત કરી હતી. જ્યારે આ મામલામાં અભ્યાસ કરાયો ત્યારે જાળવા મળ્યું કે આ મામલો ૧૫૦૦ કરોડથી વધુનો છે પરંતુ અમે જવાનોને વન રેન્ક વન પેન્શન આપવાના વચનને પૂર્ણ કરી ચુક્યા છીએ. બીજી બાજુ મોદીએ આજે ઉડાણ સ્કીમ હેઠળ સીમલાથી દિલ્હીની પ્રથમ ફ્લાઈટ શરૂ કરી હતી. ઉડાણની શરૂઆત ઓકટોબર ૨૦૧૬માં રિઝનલ કનેક્ટીવીટી હેઠળ કરવામાં આવી હતી. આ મહત્વકાંક્ષી સ્કીમનો મુખ્ય હેતુ વિમાની યાત્રાને નાના શહેરો સુધી પહોંચાડવાનો રહેલો છે. સાથે સાથે વિમાની યાત્રા સામાન્ય લોકો માટે બનાવવાનો રહેલો છે. મોદીએ જાહેરાત કરી હતી કે કડપ્પા-હૈદરાબાદ અને નાંદેદ-હૈદરાબાદ માર્ગ ઉપર પણ આ સેવા શરૂ કરાશે. ઉડાણ પ્લાનના સંદર્ભમાં વાત કરતા તેમણે કહ્યું હતું કે અમે ઈચ્છીએ છીએ કે હવાઈ ચમ્પલો પહેલનાર સામાન્ય વ્યÂક્ત પણ હવાઈ યાત્રા કરી શકે. મોદીએ ઉમેર્યું હતું કે જા યુવાનોને તક મળે તો દેશના નકશાને બદલી દેવાની તાકાત ધરાવે છે. સાથે સાથે દેશના ભાવિને વધુ ઉજ્જવળ કરવા માટે પણ સક્ષમ છે. વિમાની યાત્રા માટે સૌથી વધારે તક ભારતમાં રહેલી છે. પહેલા એવી ધારણા હતી કે વિમાની યાત્રા રાજા મહારાજાનો વિષય છે પરંતુ હવે એ સમય રહ્યો નથી. મોદીએ એમ પણ કહ્યું હતું કે નવી પોલિસી હેઠળ સુવિધાઓ ઝડપથી વિકસિત કરવામાં આવી રહી છે. મોદીએ પોતાના સંબોધનમાં ખેડૂતો માટે શરૂ કરાયેલી જુદી જુદી વીમા યોજનાનો ઉલ્લેખ કર્યો હતો. મોદીએ સીમલાથી દિલ્હીની ફ્લાઈટ ઉપરાંત બે ફ્લાઈટોને લીલીઝંડી આપી હતી. મોદી ક્ષેત્રીય કનેક્ટીવીટીના વિઝનને પૂર્ણ કરવાની દિશામાં આગળ વધી રહ્યા છે. ઉડ્ડયન મંત્રી અશોક ગજપતિ રાજુ ૧૨૮ રૂટ ઉપર પાંચ ઓપરેટરોને ઉડાણ સ્કીમમાં સામેલ કરી રહ્યા છે.

Related posts

બસપ સાથે ગઠબંધન રાખવા અખિલેશ બેઠકો પણ છોડશે

aapnugujarat

ઘાટકોપર મકાન હોનારતના પીડિતોને પીએમ મોદી તરફથી આર્થિક મદદ

aapnugujarat

દેવામાં ડૂબેલી એર ઇન્ડિયા કોસ્ટ કટિંગ કરવા હજારો કર્મચારીઓને બેસાડી દેશે ઘરે!

aapnugujarat

Leave a Comment

URL