Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

નકસલી આતંકની કમરને તોડવા ૨૫૦ ખતરનાક લીડરો પર સરકારની બાજ નજર

સીઆરપીએફના જવાનો પર સુકમામાં થયેલા કાયરતાપૂર્વકના હુમલા બાદ નક્સલવાદીઓની કમર તોડી નાંખવા માટે તેમના ટોપ લીડર્સને સકંજામાં લેવાની યોજના તૈયાર કરવામા ંઆવી રહી છે. સરકારે સુરક્ષા દળોને નક્સલવાદીઓની કમર તોડી નાંખવા માટે તેમના લીડર્સ, એરિયા કમાન્ડર અને જન મિલિશિયાના પ્રભાવી સભ્યોને પકડી પાડવા માટેની રણનિતી બનાવી છે. સુરક્ષા દળોની હિટ લિસ્ટમાં નક્સલવાદીના દક્ષિણી બસ્તરના ડિવીઝન કમાન્ડર રાઘુ, જગરગુન્ડાના એરિયા કમિટીના લીડર પાપા રાવ અને હિડમા સામેલ છે. પીપલ્સ લિબ્રેશન ગેરિલ્લા આર્મીના પ્રથમ બટાલિયન કમાન્ડર હિડમાને હાલના હુમલા માટે માસ્ટર માઇન્ડ તરીકે ગણવામાં આવે છે. સુત્રોએ કહ્યુ છે કે બસ્તરમાં નક્સલવાદીઓના અલગ અલગ કમિટીના આશરે ૨૦૦થી ૨૫૦ લીડર્સ અને એરિયા કમાન્ડર એવા છે જે સુરક્ષા દળો પર હુમલા કરવા માટે યોજના બનાવતા રહે છે. હુમલાની યોજનાના ભાગરૂપે આ લીડરો તાલમેળ બેસાડી દેવાના હેતુથી એક રાજ્યથી બીજા રાજ્યોમાં ફરે છે. આ લીડરો ઝારખંડ, છત્તિસગઢ, મહારાષ્ટ્ર અને ઓરિસ્સાની વચ્ચે સતત ફરતા રહે છે. નક્સલવાદી ગઢ ગણાતા બસ્તર પટ્ટામાં આશરે ૪૦૦૦ નક્સલી બળવાખોરો છે. તેમની પાસે પુરતા હથિયારો પણ છે. તેમના આશરે ૧૦૦૦૦-૧૨૦૦૦ જેટલા સહાયક પણ છે. જેમને જન મિલિશિયાના નામથી ઓળખવામાં આવે છે.એક ટોપના અધિકારીએ માહિતી આપતા કહ્યુ છે કે ગયા વર્ષે મોટી સંખ્યામાં નક્સલવાદીઓની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેમના સિનિયર લીડરો છેલ્લા કેટલાક સમયથી સુરક્ષા દળોને ચકમો આપી રહ્યા છે. આ જ સિનિયર લીડરો છુપા હુમલા કરવાની યોજના બનાવે છે. માઓવાદી પર નજર રાખવા માટે તેમની પાસે પુરતા પ્રમાણમાં ગુપ્તચર સિસ્ટમ રહે તે જરૂરી છે. છેલ્લા વર્ષથી મોટી સંખ્યામાં નકસલવાદીઓને પકડી પાડવામાં આવ્યા છે. નકસલાદીઓનો સામનો કરવા માટે ગૃહ મંત્રી રાજનાથસિંહે સુરક્ષા દળોને આધુનિક ટેકનોલોજી ઉપલબ્ધ કરાવવાની પણ ખાતરી આપી છે. મજબૂત ઈન્ટેલિજન્સ સિસ્ટમની મદદથી ૨૫૦ લીડરો અને જનમિલીશીયાના મહત્વના સભ્યોની ધરપકડ કરવામાં આવી શકે છે. માઓવાદીઓ પર નજર રાખવા માટે તેમની પાસે ગુપ્ત આધુનિક સિસ્ટમ જરૂરી છે. ગુપ્તચર સિસ્ટમને માનવીની સાથે સાથે તેમને જાસૂસી વિમાનની સંખ્યા પણ રાખવી પડશે. સીઆરપીએફની પાસે માત્ર બે જાસૂસી વિમાન છે જે ૧૦૪૧૭૦ વર્ગ કિલોમીટરના બસ્તર ક્ષેત્ર માટે પુરતા નથી. વન્યની અંદર છુપાયેલા માઓવાદીઓનો ખાત્મો કરવા માટે રણનીતિ પર કામ ચાલી રહ્યું છે. મોટી સંખ્યામાં જાસૂસી વિમાનો ઉપલબ્ધ કરાવવાની હિલચાલ પણ ચાલી રહી છે.

Related posts

નિવૃતિ બચત માટે કેટલીક નવી જોગવાઇઓ થઇ શકે

aapnugujarat

बीजेपी ने झारखंड चुनाव के लिए ५२ उम्मीदवारों की लिस्ट जारी

aapnugujarat

छत्तीसगढ़ के जंगल में 12 हिरणों की मौत

aapnugujarat

Leave a Comment

URL