બે દિવસ પહેલા જ જામીન ઉપર મુક્ત થયેલા માલેગાંવ બ્લાસ્ટના આરોપી સાધ્વી પ્રજ્ઞા ઠાકુર આજે મીડિયાની સામે ઉપÂસ્થત થયા હતા. નવ વર્ષ સુધી જેલમાં રહેવાના મામલે તથા ભગવા આતંકવાદની થિયોરી માટે પૂર્વની યુપીએ સરકાર ઉપર આક્ષેપો કર્યા હતા. સાધ્વીએ કહ્યું હતું કે પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમના કાવતરાના કારણે તેઓ શિકાર થયા હતા. ચિદમ્બરમના નામનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ સરકારના કાવતરાના પરિણામ સ્વરૂપે તેમને ફસાવી દેવામાં આવ્યા હતા. સાધ્વીએ ખરાબ આરોગ્યની Âસ્થતિ માટે એટીએસ મુંબઈની કાર્યવાહીને પણ જવાબદાર ઠેરવી હતી. જામીન માટે હાઈકોર્ટનો આભાર માનતા સાધ્વીએ કહ્યું હતું કે હાલમાં જે કેન્દ્ર સરકાર છે તે કાવતરા ઘડતી નથી. ન્યાયની દિશામાં કામ કરે છે. સાધ્વી પ્રજ્ઞા ઠાકુરે સૌથી પહેલા નવ વર્ષમાં ત્રાસવાદી અને નકસલી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપી હતી અને કહ્યું હતું કે યુપીએ સરકારના કાવતરાના કારણે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અન્યાયની સામે અંતે ન્યાયની જીત થઈ છે. ભગવા આતંકવાદ શબ્દ પ્રયોગ કરવા માટે પૂર્વ કેન્દ્રિય મંત્રી ચિદમ્બરમનું નામ લઈને સાધ્વીએ કહ્યું છે કે જે વિધર્મીઓ હોય છે તેમના માટે તો ભગવા ખરાબ જ છે. ભગવા આતંકવાદ કોંગ્રેસના કાવતરાના ભાગરૂપે હતો.