Aapnu Gujarat
તાજા સમાચાર બિઝનેસ

૧,૫૦૦ કરોડ જુન સુધીમાં જમા કરવા સુબ્રતાને સુપ્રીમ કોર્ટનો આદેશ

સહારા સેબી મામલામાં સુપ્રિમ કોર્ટે સહારા પ્રમુખ સુબ્રતા રોયને ચેતવણી આપતા સાફ શબ્દોમાં કહ્યું છે કે ૧૯મી જૂન સુધી પૈસા મળશે નહીં તો સહારા પ્રમુખને જેલભેગા થવું પડશે. સુપ્રિમ કોર્ટે સહારાના વડાની પેરોલને ૧૯મી જૂન સુધી લંબાવી દીધી છે અને ચેતવણી આપી છે કે ૧૫મી જૂનની મહેતલને પહોંચી વળવામાં સુબ્રતા નિષ્ફળ રહેશે તો તેમને ફરીથી જેલભેગા થવું પડશે. કોર્ટે ૧૫મી જૂન સુધી ૧૫૦૦ કરોડ રૂપિયા ચુકવી દેવા અથવા તો જેલ જવા માટે તૈયાર રહેવા માટે સુપ્રિમ કોર્ટે કહી દીધું છે. જસ્ટીસ દિપક મિશ્રાના નેતૃત્વમાં બેચને સહારાના વડાએ ખાતરી આપી છે કે તેઓ ૧૫મી જૂન સુધી ૧૫૦૦ કરોડ રૂપિયા જમા કરશે અને ૫૫૨.૨૨ કરોડ ૧૫મી જુલાઈ સુધી જમા કરશે. એફિડેવિટમાં આ મુજબની વાત કરાઈ છે. સેબી-સહારા ખાતામાં આ રકમ જમા કરાશે. ૧૫મી જૂન ૨૦૧૭ પહેલા સેબી-સહારા ખાતામાં ૧૫૦૦ કરોડ રૂપિયા જમા કરાવવા પડશે. આ આદેશને ખૂબ જ કડક આદેશ તરીકે ગણવામાં આવે છે. સુપ્રિમ કોર્ટમાં એમ્બીવેલીની હરાજી કરવાને લઈને પણ ચેતવણી આપવામાં આવી છે. સહારાએ ૧૫૦૦ કરોડ અને ૫૫૦ કરોડના બે પોસ્ટડેટેડ ચેક રજુ કર્યા છે. ૧૯મી જૂન સુધી કેશ નહીં હોવાની Âસ્થતિમાં તેમને જેલ જવાની ફરજ પડી શકે છે. આ અગાઉ આ મામલામાં ૧મી જાન્યુઆરીના દિવસે ગ્રુપે કોર્ટમાં કહ્યું હતું કે નોટબંધીના પરિણામ સ્વરૂપે પૈસા એકત્રિત કરવામાં તકલીફ થઈ રહી છે. જાકે કોર્ટે આ દલીલને સ્વીકારવાનો ઈનકાર કરી દીધો હતો. અરજી ફગાવી દઈને કોર્ટે સંકેત આપ્યા હતા કે સમયસર પૈસા જમા ન કરવાની Âસ્થતિમાં સુબ્રતા રોયને ફરીથી જેલભેગા થવું પડશે. આ મામલાની આગામી સુનાવણી ૧૯મી જૂનના દિવસે હાથ ધરવામાં આવનાર છે. તિહાર જેલમાં બે વર્ષનો સમય ગાળ્યા બાદ સુબ્રતો રોય ગયા વર્ષે મે મહિનામાં એ વખતે બહાર આવી ગયા હતા જ્યારે એમની માતાનું અવસાન થયું હતું. તેમના પેરોલને એવી શરત ઉપર વધારવાનો નિર્ણય કરાયો હતો કે રોકાણકારોના પૈસા પરત કરવા માટે સમય સમય પર સેબીની સમક્ષ નાણા જમા કરાવતા રહેશે. સુપ્રિમ કોર્ટના નવા આદેશ બાદ જા સહારા ગ્રુપ ૬૦૦ કરોડ રૂપિયા સમયસર જમા કરાવી શકશે નહીં તો તેમને ફરી જેલભેગા થવું પડશે. સહારા પ્રમુખને ૨૧મી એપ્રિલના દિવસે કોર્ટમાંથી મોટી રાહત મળી હતી. સેબીની કોર્ટે ૩૧મી માર્ચના દિવસે સુબ્રતા રોયની સામે બિનજામીનપાત્ર વોરંટ જારી કર્યું હતું. ત્યારબાદ ૨૧મી એપ્રિલના દિવસે કોર્ટમાં સહારાના વકીલોએ બિનજામીનપાત્ર વોરંટ રદ કરવાની અરજી દાખલ કરી હતી. કોર્ટે એવી શરત ઉપર બિનજામીનપાત્ર વોરંટ રદ કરી દીધું હતું કે જ્યારે પણ જરૂર પડશે ત્યારે સુબ્રતા કોર્ટમાં ઉપÂસ્થત રહેશે. સુપ્રિમ કોર્ટે આજે વધુ કઠોર આદેશ જારી કરી દીધા હતા. સહારાના વડા સુબ્રતાને આવરી લેતા કેસમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુબ્રતા તરફથી કોર્ટમાં કેટલીક તર્કદાર દલીલો કરવામાં આવી છે. ૧૭મી એપ્રિલના દિવસે સુપ્રિમ કોર્ટે સહારાની એમ્બીવેલીની હરાજી કરવાનો આદેશ કર્યો હતો. મૂડીરોકાણકારોના નાણા પરત કરવાના હેતુસર આ મુજબનો આદેશ કરાયો હતો. ટોપ કોર્ટે સહારાની પ્રોપ્રટી જે ૩૪૦૦૦ કરોડની આસપાસની છે તેને વેચી દેવાનો આદેશ કર્યો હતો. સાથે સાથે ૨૮મી એપ્રિલના દિવસે તેની સમક્ષ ઉપÂસ્થત થવા સુબ્રતાને આદેશ કરાયો હતો. સુબ્રતાની તકલીફ હાલમાં ઓછી થાય તેવી શક્યતા ઓછી દેખાઈ રહી છે. કાયદાકીય ગૂંચનો તેમને સામનો કરવો પડશે.

Related posts

૧ મે પછી આધાર કાર્ડ વગર સીમકાર્ડ ખરીદી શકાશે

aapnugujarat

રવિ સિઝનમાં વાવેતરનો આંક ઘટ્યો, માત્ર ૬૪૨.૮૮ લાખ હેક્ટર રહ્યો

aapnugujarat

अयोध्या केस की डेड लाइन तय, CJI बोले – 18 अक्टूबर तक दलीलें-सुनवाई हो पूरी

aapnugujarat

Leave a Comment

URL