Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

કુપવાડામાં સેનાના કેમ્પ પર આત્મઘાતી હુમલો : બે આતંકવાદીઓ ઠાર મરાયા

જમ્મુ-કાશ્મીરમાં સેના અને સુરક્ષા દળોને ટાર્ગેટ બનાવીને હુમલા કરવાનો દોર જારી રહ્યો છે. આજે સવારે કુપવાડા જિલ્લાના પંજગામમાં ભીષણ આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો હતો. સેનાના એક આર્ટિલરી બેઝ કેમ્પને ટાર્ગેટ બનાવીને આ હુમલો કરવામાં આવ્યો હતો. ભારે હથિયારો અને અતિ આધુનિક હથિયારો સાથે સજ્જ ત્રાસવાદીઓ દ્વારા આ હુમલો કરવામા ંઆવ્યો હતો. આ હુમલામાં એેક કેપ્ટન સહિત ત્રણ જવાન શહીદ થયા હતા. બીજા બાજુ પાંચ જવાનો ઘાયલ થયા હતા. જે પૈકી કેટલાકની હાલત ગંભીર જાણાવવામાં આવી છે. ભીષણ અથડામણ કલાકો સુધી ચાલી હતી. ગોળીબારની રમઝટમાં બે ત્રાસવાદીઓ પણ ઠાર થયા હતા. કાશ્મીરમાં સેના પર કરવામાં આવેલા હુમલા બાદ કેન્દ્રિય ગૃહ મંત્રાલયની તાકીદની એક બેઠક યોજાઇ હતી. જેમાં ખીણમાં પથ્થરબાજીની ઘટનાના મામલે ચર્ચા કરવામા ંઆવી હતી. હેવાલમાં કહેવામાં આવ્યુ છે કે આ હુમલો સવારે ચાર વાગ્યે કરવામાં આવ્યો હતો. અન્ય ત્રાસવાદીઓ છે કે કેમ તે સંબંધમાં હજુ માહિતી મળી શકી નથી. પરંતુ સર્ચ ઓપરેશન હજુ ચાલી રહ્યુ છે. આ આત્મઘાતી હુમલો હતો. ત્રાસવાદીઓને શોધી કાઢવા માટે વ્યાપક પ્રમાણમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યુ છે. કેન્દ્રિય ગૃહ મંત્રાલયના અધિકારી Âસ્થતી પર નજર રાખી રહ્યા છે. ઘાયલ થયેલા જવાનોને સારવાર માટે શ્રીનગર આર્મી હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ જગ્યા કિશનગંગાની નજીક છે. સાથે સાથે વન્ય વિસ્તાર છે. આવી ભૌગોલિક વાદીઓને હુમલા કરવામાં અને ભાગી જવામાં મદદ મળે છે. જેથી અહીં વધારે પ્રમાણમાં ત્રાસવાદી હુમલા કરવામાં આવે છે. ખીણમાં પહેલાથી જ પથ્થરબાજીની ઘટનાથી Âસ્થતી તગ બનેલી છે ત્યારે આ આત્મઘાતી હુમલો કરવામા ંઆવ્યા બાદ તંત્રની ઉંઘ હરામ થઇ ગઇ છે. આ હુમલો સાબિત કરે છે કે કાશ્મીરમાં મોટી સંખ્યામાં ત્રાસવાદીઓ સ્થાનિક લોકોની વચ્ચે છુપાયેલા છે. જેથી તેમને શોધી કાઢવા માટેની બાબત પણ સરળ નથી. સુરક્ષા દળો સામે મોટા પડકાર સર્જાયા છે. વિદ્યાર્થીઓ વારંવાર દેખાવો કરી રહ્યા છે. વિદ્યાર્થીનીઓ દ્વારા સુરક્ષા દળો પર પથ્તરમારો કરવામાં આવે તે આશ્ચર્યની બાબત છે. વિદ્યાર્થીનિઓ દ્વારા પથ્થરમારો કરવાના ફોટો મિડિયામાં પ્રકાશિત કરવામા આવ્યા છે. સેનાના જવાનો પર હાલમાં પથ્થરમારાના બનાવો બન્યા છે. એમ માનવામાં આવે છે કે મોટી સંખ્યામાં યુવાનો જુદા જુદા કારણોસર ત્રાસવાદી સંગઠનમાં સામેલ થયા છે. ખીણમાં વણસી રહેલી Âસ્થતી પર ચર્ચા કરવા માટે તાકીદની બેઠકો થઇ રહી છે.જા કે Âસ્થતી સામાન્ય બની રહી નથી. હાલમાં જ કાશ્મીર ખીણમાં ઉભી થયેલી તંગ Âસ્થતી વચ્ચે મુખ્યપ્રધાન મહેબુબા મુÂફ્તએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત પણ કરી હતી. એકબાજુ સુકમા હુમલામાં ૨૬ જવાનો શહીદ થયા બાદ કેન્દ્ર સરકારે સુરક્ષા દળોને નક્સલવાદીઓ સામે સંપૂર્ણ તાકાત સાથે કાર્યવાહી કરવા માટેની સુચના આપી છે.બીજી બાજુ ત્રાસવાદીઓ પણ નવી નવી સમસ્યા ઉભી કરી રહ્યા છે. તાજેતરના સમયમાં ત્રાસવાદીઓ સુરક્ષા દળો અને સેનાને ટાર્ગેટ બનાવીને કેટલાક હુમલા કરી ચુક્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં એનડીએ સરકાર પરિÂસ્થતી પર સતત નજર રાખી રહ્યા છે. ટુંકમાં કોઇ નિર્ણય કરવામાં આવી શકે છે. અધિકારીઓએ માહિતી આપતા કહ્યું છે કે શહીદ થયેલા કેપ્ટનની ઓળખ આયુષ તરીકે થઈ છે. ઘાયલ જવાનોને વિમાન મારફતે આર્મી-૯૨ બેઝ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા છે. શ્રીનગરથી ૧૨૦ કિલોમીટરના અંતરે Âસ્થત કેમ્પ ઉપર આ આત્મઘાતી હુમલો કરાયો હતો.
સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તા કર્નલ રાજેશ કાલીયાએ વિગત આપતા કહ્યું હતું કે આત્મઘાતી હુમલાખોરો અંકુશરેખા નજીક Âસ્થત પંજગામ કેમ્પ ઉપર આજે વહેલી પરોઢે ૪.૩૦ વાગે ત્રાટક્યા હતા. જૈશે મોહંમદના ત્રાસવાદીઓ હોવાનું જાણવા મળ્યું છે. આ બટાલિયન કેમ્પ ખાતે ઘણી બધી ગતિવિધિઓ હંમેશા જાવા મળે છે. ત્રાસવાદીઓએ એકે-૪૭, બે જીપીએસ સાધનો અને એક મોબાઈલ ફોન સાથે પહોંચ્યા હતા. તેમની પાસેથી ચાઈનીઝ પિસ્તોલ અને ગ્રેનેડનો જથ્થો મળી આવ્યો છે.

Related posts

મસુદની હાલત ખરાબ હોવાના અહેવાલ

aapnugujarat

कर्नाटक में एक दलित युवक को निर्वस्त्र कर पूरे गांव में घुमाने पर 2 लोग गिरफ्तार

aapnugujarat

સુંજવાન આર્મી કેમ્પ પર હુમલો કરવા ૧૦ મહિનાથી કાશ્મીરમાં રહેતાં હતાં આતંકીઓ

aapnugujarat

Leave a Comment

URL