Aapnu Gujarat
રમતગમત

સનરાઈઝ હૈદરાબાદ-કિંગ્સ ઇલેવન વચ્ચે આજે જંગ

સનરાઈઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે પણ આવતીકાલે ઇÂન્ડયન પ્રિમિયર લીગ-૧૦માં જંગ ખેલનાર છે. મોહાલી ખાતે રમાનારી આ મેચને લઇને તમામ તૈયારી આયોજકો દ્વારા કરી લેવામાં આવી છે. સનરાઈઝ હૈદરાબાદ અને કિંગ્સ ઇલેવનની ટીમ પોતાની સંપૂર્ણ તાકાત સાથે મેદાનમાં ઉતરવા માટે સજ્જ છે.પોઇન્ટ ટેબલમાં કિંગ્સ ઇલેવન પંજાબ સાત મેચોમાં ત્રણમાં જીત અને ચારમાં હાર સાથે છપોઇન્ટ ધરાવે છે. તેને પણ હજુ પોતાની હરિફ ટીમ કરતા આગળ નિકળવા માટે ભારે મહેનતની જરૂર છે. પંજાબ કરતા જે ટીમો આગળ છે તેમાં કોલકત્તા, મુંબઇ, સનરાઇઝ હૈદરાબાદ અને પુણેની ટીમનો સમાવેશ થાય છે. આ મેચનુ આવતીકાલે રાત્રે આઠ વાગ્યાથી પ્રસારણ કરાશે. બંને ટીમોમાં અનેક સ્ટાર ખેલાડીઓ છે જેના ઉપર ક્રિકેટ ચાહકોની નજર રહેશે. સિંગ્સ ઇલેવન પંજાબમાં મેક્સવેલ, મિલર જેવા ખેલાડીઓ ઉપર તમામની નજર રહેશે. બીજી બાજુ સનરાઈઝ હૈદરાબાદમાં ડેવિડ વોર્નર, યુવરાજસિંહ, નમન ઓઝા, શિખર ધવન, ભુવનેશ્વર જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ હોવાથી આ ટીમ પણ શÂક્તશાળી દેખાઈ રહી છે. જા કે, યુવરાજ સિંહ અને ડેવિડ વોર્નર હજુ સુધી તેમની ક્ષમતા મુજબ દેખાવ કરી શક્યા નથી. બંને ખેલાડીઓ આવતીકાલની મેચમાં ધરખમ દેખાવ કરીને પોતાની ટીમને જીત અપાવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. કિંગ્સ ઇલેવન પંજાબમાં મેક્સવેલ, અમલા હાલમાં શાનદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. આવી Âસ્થતિમાં કિંગ્સ ઇલેવનની ટીમ ફેવરિટ દેખાઈ રહી છે.

Related posts

फ्रेंच ओपन : नडाल की विजयी शुरुआत

editor

कब रिटायरमेंट लेंगे, यह धोनी ही तय करेंगे : सचिन

aapnugujarat

बीसीसीआई ने वीपीएस हेल्थकेयर को मेडिकल पार्टनर नियुक्त किया

editor

Leave a Comment

URL