Aapnu Gujarat
રમતગમત

આજે દિલ્હી ડેરડેવિલ્સની કોલકાતા નાઇટ રાઇડર્સની સામે કસોટી

દિલ્હી ડેરડેવિલ્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચે આજે જંગ ખેલાનાર છે. કોલકાતા નાઈટ રાઇડર્સ પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને છે. જ્યારે દિલ્હી ડેરડેવિલ્સનો દેખાવ કંગાળ રહ્યો છે. એકબાજુ કોલકાતા નાઇટ રાઇડર્સ આઠ મેચો પૈકી છ મેચો જીત મેળવી છે અને બેમાં હારનો સામનો કર્યો છે જ્યારે દિલ્હી ડેરડેવિલ્સે છ મેચો પૈકી બેમાં જીત મેળવી છે અને ચારમાં હારનો સામનો કર્યો છે. કોલકાતા નાઇટ રાઇડર્સના ૧૨ પોઇન્ટ છે જ્યારે દિલ્હી ડેરડેવિલ્સના ચાર પોઇન્ટ રહેલા છે. કોલકત્તામાં રમાનારી આ મેચના પ્રસારણને લઇને ભારે રોમાંચકતા પ્રવર્તી રહી છે. ઘરઆંગણે કોલકત્તાની ટીમ જારદાર દેખાવ કરવા માટે તૈયાર છે. બીજી બાજુ કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમના તમામ ખેલાડીઓ શાનદાર ફોર્મમાં છે. સુનિલ નારેન, રોબિન ઉથપ્પા, ગૌત્તમ ગંભીર શાનદાર ફોર્મમાં છે. છેલ્લી મેચમાં રોબિન ઉથપ્પાએ પોતાની ટીમને ચોગ્ગા અને છગ્ગાની રમઝટ બોલાવીને જીત અપાવી હતી. બીજી બાજુ દિલ્હી ડેરડેવિલ્સમાં પણ યુવા ઉભરતા ખેલાડીઓ સારો દેખાવ કરવા માટે તૈયાર છે. આ મેચને લઇને કોલકત્તાની ટીમ ઘરઆંગણે ફેવરિટ દેખાઈ રહી છે. બીજી બાજુ કોલકાતાની ટીમ જીતના સિલસિલાને જાળવી રાખવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. ઈÂન્ડયન પ્રિમિયર લીગમાં કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી કરી લેવામાં આવી છે. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો પાંચમી એપ્રિલથી શરૂ થઈ હતી. જે હવે ૧૪મી મે વચ્ચે રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. હાઈપ્રોફાઈલ ઈÂન્ડયન પ્રિમિયર લીગની મેચો પાંચમાં એપ્રિલથી શરૂ થયા બાદથી હજુ સુધી તમામ મેચો ખૂબ જ રોચક રહી છે.

Related posts

चेन्नई के बल्लेबाजों को ग्लूकोज चढ़वाने की जरूरत : सहवाग

editor

ऑस्ट्रेलिया को अंतिम एकादश चुनने में हो सकती है मुश्किल : पोंटिग

aapnugujarat

रोहित को मौके का इंतजार करना होगा : गंभीर

aapnugujarat

Leave a Comment

URL