Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

વિનોદ ખન્નાનાં નિધનનાં સમાચાર જાણતાં આઘાત પામતાં પૂર્વ સાંસદ રતિલાલ વર્મા

ધંધુકાનાં પૂર્વ સાંસદ રતિલાલ વર્માએ અખબારી યાદીમાં જણાવેલ છે કે, સ્વર્ગસ્થ વિનોદ ખન્ના લોકસભામાં મારી સાથે ઘણાં સમય સંસદ સભ્ય રહ્યા હતાં. મોટાભાગે અમે એક જ બેંચ ઉપર બેસતા હતાં ત્યારે નવરાશની પળોમાં આનંદ-પ્રમોદની વાતો કરતાં અને તેઓ હંમેશા હસમુખા અને પ્રેમાળ હતાં, તેઓ સુપરસ્ટાર હોવા છતાં તેઓને તે બાબતે કોઈપણ જાતનું અભિમાન નહોતું અને સંસદ સભ્યો સાથે એક કાર્યકર્તાની જેમ હળીમળી જતાં. સેન્ટ્રલ હોલમાં બેસીને હંમેશા કાર્યકર્તાઓ સાથે ચા-કોફી તેઓ પીતા. મારી સાથે એક દિવસ વાર્તાલાપ કરતાં તેઓએ મારાં બિલકુલ સફેદ વાળ જાઈને તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં અને મને પ્રશ્ન કર્યો ‘વર્માજી એ ક્યા હોગા’ તો મેં પણ એમની મજાક કરતાં કહ્યું ‘મેં કાશ્મીર ગયા થા વહાં ઈતના જ્યાદા સ્નો પડા કી મેરે પૂરા બાલ સફેદ હો ગયે’ તો તેઓએ મને કહ્યું ‘ઐસા હોતા હોગા’ મેં કહ્યું ‘હાં સહી કહતાં હૂં’ પછી હું હસી પડ્યો અને મેં કહ્યું કે, ‘મેં ડાય નહીં કરાતા હૂં ઈસલીયે મેરે પૂરે બાલ સફેદ હો ગયે હૈ’. આવી જ એક ઘટના બીજી એવી બની કે તહેલકાનાં માલિકે દિલ્હીની એક ફાઈવસ્ટાર હોટલમાં નેતાઓ અને ક્રિકેટરોનો સ્પાય કેમેરા દ્વારા ઉતારેલો વીડિયો કેટલાંક વીઆઈપી લોકોને કાર્યક્રમ ઘડ્યો હતો તેમાં હું, વિનોદ ખન્નાજી અને ક્રિપલાની અમે ત્રણેય ત્યાં સાથે હતાં, ત્યાં લિકર લેવાવાળાની પણ વ્યવસ્થા હતી અને જે લિકર ના લેતાં હોય તેમનાં માટે ઠંડાપીણાની પણ વ્યવસ્થા હતી, તો મારી સાથે ઉભેલા પાંચ-સાત મિત્રો એમનાં શોખ પ્રમાણે તેઓએ લીધું પરંતુ મેં ના કોઈ ઠંડુ પીણું લીધું કે પછી ના કોઈ વસ્તુ લીધી ત્યારે વિનોદ ખન્નાજીએ મને પ્રશ્ન કર્યો ‘રતિલાલજી આપ ક્યોં કુછ નહીં લેતે’ ત્યારે મેં તેમને કહ્યું ‘તહેલકાવાલે જીસકા વીડિયો આજ હમેં દીખા રહા હૈં ઉનકે ઘર ચાય-પાની કરને કે લિયે હી ગયે હોંગે ઔર તબ અપને સ્પાય કેમેરે સે યે સબ વીડિયો ઉતારા હૈ, ઔર આજ હમેં દિખા રહે હૈ, હો સકતા હૈ હમ સબ જા કુછ ખા રહે હૈં પી રહે હૈં ઉસકા ભી વીડિયો ઉતારતે હોંગે તો કિસકો માલૂમ’, પેપ્સી પીયા યા કોકાકોલા પીયા ગ્લાસ મેં તો સબકા રંગ એક હી લગતા હૈ ઈસલિયે ગ્લાસ મેં કુછ ભી નહીં પીના ચાહિયે’. મારો આ જવાબ સાંભળી તેઓએ મારી સામે જાઈ રહ્યાં અને મને કહ્યું ‘અરે તુમ તો યાર બહુત દૂર કી સોચતે હો’ મેં કહ્યું ‘યે સોચના હી પડે સમય ઐસા હો ગયા કી સબકુછ સોચના પડતા હૈ’.

તાજેતરમાં જ યુપી અને પંજાબની ચૂંટણી થવાની હતી ત્યારે મેં મુંબઈ તેમનાં નિવાસ સ્થાને તે જાણવા માટે ફોન કર્યો કે તમે પંજાબ જવાનાં છો કે નહીં ત્યારે તેઓએ ફોન પર મને જણાવ્યું કે ‘મેરી તબિયત અચ્છી નહીં હૈ, શાયદ મેં જા ના પાઉં.’ જા તેઓ પંજાબ જવાનાં હોત તો મારી પણ ગુરુદાસપુર જવાની ઈચ્છા હતી પરંતુ એ વખતે પણ તેમનો અવાજ દબ્યો-દબ્યો લાગતો હતો અને જ્યારે આજે એ દબ્યો-દબ્યો અવાજ સંપૂર્ણ બંધ થઈ ગયો અને તેમનો આત્મા પરમાત્મામાં વિલીન થઈ ગયો છે ત્યારે તે જૂની ઘટનાઓ એક સિનેમા પટલની જેમ ક્ષણિકમાં આંખો સામેથી ગુજરી ગયો. પ્રભુ તેમનાં આત્માને ચિર શાંતિ આપે અને તેમનાં પરિવારજનોને આ દુઃખ સહન કરવાની શÂક્ત આપે તેવી મારી અને મારાં પરિવારની પ્રભુને પ્રાર્થના છે.

Related posts

ટેરર ફંડિગ કેસમાં ગિલાનીના જમાઇ સહિત ત્રણ શખ્સોને કસ્ટડીમાં લેવાયા

aapnugujarat

सड़क पर नमाज सही तो कांवड़ यात्रा गलत कैसेः सीएम योगी

aapnugujarat

लवेपोरा मुठभेड़ में दो आतंकी ढेर

aapnugujarat

Leave a Comment

URL