Aapnu Gujarat
તાજા સમાચાર મનોરંજન રાષ્ટ્રીય

હેન્ડસમ અભિનેતા વિનોદ ખન્નાનું લાંબી માંદગી બાદ નિધન

વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતા પૈકીના એક અને સંસદ સભ્ય વિનોદ ખન્નાનુ અવસાન થતા બોલિવુડમાં આઘાતનુ મોજુ ફરી વળ્યુ હતુ.અમર અકબર એન્થોની, કુરબાની અને ઈન્સાફ જેવી ફિલ્મોમાં પોતાની ભૂમિકાના કારણે ખૂબ જ લોકપ્રિય થયેલા અને કરોડો ફિલ્મી ચાહકોના દિલો દિમાગ ઉપર રહેલા વિનોદ ખન્નાનું ૭૦ વર્ષની વયે અવસાન થયું હતું. તેઓએ ૧૧.૨૦ વાગે અંતિમ શ્વાસ લીધા હતા. વિનોદ ખન્નાના ભાઈ પ્રમોદ ખન્નાએ કહ્યું હતું કે તમામ બાબતો ગુપ્ત રાખવા માટે મીડિયાને આ અંગે માહિતી આપી હતી. વિનોદ ખન્ના છેલ્લા કેટલાક સમયથી કેન્સરના રોગથી ગ્રસ્ત હતા. હાલમાં જ વિનોદ ખન્નાનો એક ફોટો વાયરલ થઇ ગયો હતો જેમાં વિનોદ ખન્ના ખુબ કમજાર નજરે પડી રહ્ય હતા. ગુરૂદાસપુરના સાંસદ રહેલા વિનોદ ખન્નાએ મુંબઇની રિલાયન્સ ફાઉન્ડેશન હોÂસ્પટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ખન્નાને ગયા મહિનામાં ૩૧મી માર્ચના દિવસે મુંબઇની સર એચ એન રિલાયન્સ ફાઉન્ડેશન હોÂસ્પટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. વિનોદ ખન્નાના બે પુત્રો છે જેમાં અક્ષય ખન્ના અને રાહુલ ખન્નાનો સમાવેશ થાય છે. બન્ને બોલિવુડમાં સક્રિય છે. વિનોદ ખન્નાને ૩૧મી માર્ચના દિવસે સર એચએન રિલાયન્સ ફાઉન્ડેશન હોÂસ્પટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડિહાઈડ્રેશનની તકલીફ ઉભી થયા બાદ તેમને હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોÂસ્પટલ તરફથી જારી કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે વિનોદ ખન્ના બ્લેડર કેન્સરથી ગ્રસ્ત હતા. વિનોદ ખન્ના પંજાબમાં ગુરૂદાસપુરમાંથી લોકસભાના ભાજપના સભ્ય હતા. આ સીટ પરથી સાંસદ તરીકે વિનોદ ખન્ના ચોથી અવધિ માટે હતા. અભિનેતા તેમની પત્ની કવિતા ખન્ના અને ચાર બાળકોને છોડીને ગયા છે. જેમાં રાહુલ, અક્ષય, સાક્ષી અને શ્રદ્ધાનો સમાવેશ થાય છે. રાહુલ અને અક્ષય બંને તેમની પ્રથમ પત્ની ગીતાંજલીના પુત્ર છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સૌથી હેન્ડસમ અભિનેતા પૈકીના એક તરીકેની તેમની ગણતરી કરવામાં આવતી હતી. ૧૯૭૦ અને ૧૯૮૦ના દશકમાં વિનોદ ખન્નાએ ભારે લોકપ્રિયતા જગાવી હતી. લોકપ્રિયતાની ચરમસીમા ઉપર વિનોદ ખન્નાએ એકાએક એકટીંગથી બ્રેક લઈને પણ તમામને ચોંકાવ્યા હતા અને ૮૦ના દશકમાં ફરી એન્ટ્રી કરી હતી. ત્યારબાદ ઈન્સાફ અને સત્યમેવ જયતે જેવી ફિલ્મ આપી હતી. વિનોદ ખન્ના છેલ્લે ૨૦૧૫માં શાહરૂખખાન અભિનિત દિલવાલેમાં નજરે પડ્યા હતા. વિનોદ ખન્નાએ પોતાની કેરિયરમાં નકારાત્મક ભૂમિકા પણ અદા કરી હતી. જેના કારણે પણ લોકપ્રિયતા મળી હતી. મેરે અપને ફિલ્મમાં વિનોદ ખન્નાએ પ્રથમ હીટ ફિલ્મ તરીકે લોકપ્રિયતા મેળવી હતી. જ્યારે મેરા ગાંવ મેરા દેશ જેવી સુપર હિટ ફિલ્મમાં ખન્નાએ વિલન તરીકેની ભૂમિકા અદા કરી હતી.

Related posts

૯ દિવસ બાદ કેજરીવાલના ધરણા પ્રદર્શનનો અંત

aapnugujarat

ચૂંટણી વેળા રાહુલ જનોઇધારી હિન્દુ હોવા ઢોંગ કરે છે : યોગી

aapnugujarat

Telangana can give pristine Buddhist bone relic to Andhra Pradesh

aapnugujarat

Leave a Comment

URL