વિશ્વની લોકપ્રિય ગાયિકા અને સોંગ રાઇટર બિયોન્સ અને જય ઝેડ હાલમાં નવી પ્રોપર્ટી ખરીદવા માટેની તૈયારીમાં છે. હાલમાં દંપત્તિ ન્યુયોર્કથી હવે લોસએન્જલસ જતા રહેવા માંગે છે. છેલ્લા કેટલાક સમયથી લોસએન્જલસમાં મહાકાય અને કિંમતી આવાસની શોધ ચાલી રહી હતી. આખરે તેમને આ પ્રોપર્ટી પસંદ પડી છે. રિયલ એસ્ટેટ સાથે જાડાયેલા સુત્રોએ માહિતી આપતા કહ્યુ છે કે આ આવાસના સંબંધમાં શબ્દોમાં વર્ણન કરવાની બાબત મુશ્કેલ છે. આ આવાસની બનાવટની સામે કિંમત કોઇ મહત્વ રાખતી નથી. લગ્ઝરી આવાસમાં ચાર પુલ, આઠ બેડરૂમ, બુલેટ પ્રુફ વિન્ડો, સાથે સાથે ૧૧ બાથરૂમ, મિડિયા રૂમ, રેકો‹ડગ સ્ટુડિયો માટે પુરતી જગ્યા, ૧૫થી વધારે કાર પાર્ક કરી શકાય તે પ્રકારના ગેરેજનો આમાં સમાવેશ થાય છે. આ આવાસની કિંમત ૧૩૫ મિલિયન ડોલર આંકવામાં આવી હતી. પરંતુ બિયોન્સ અને જય ઝેડને આ આવાસ પસંદ છે. બિયોન્સ અને જયની એક પાંચ વર્ષની પુત્રી છે. કિમત આશિંક રીતે તેમના માટે ઘટાડી દેવામાં આવે તેવી શક્યતા છે. છેલ્લા કેટલાક સમયથી લોસએન્જલસમાં મકાનની શોધ કરવામાં આવી રહી હતી. જા કે યોગ્ મકાનની શોધ પૂર્ણ થઇ ન હતી. અન્ય પ્રોપર્ટીની શોધ કરવામાં આવી હતી. બિયોન્સ અને જય ઝેડને સૌથી આદર્શ દંપત્તિ તરીકે હાલમાં ગણવામાં આવે છે. તેમની પાંચ વર્ષની પુત્રી સાથે ભારે ખુશ છે.
પાછલી પોસ્ટ