Aapnu Gujarat
મનોરંજન

રિચા વહેલી તકે ફિલ્મો નિર્માણ કરવા માટે તૈયાર

બોલિવુડ અભિનેત્રી રિચા ચડ્ડા કેરિયરની શરૂઆતમાં જ ફિલ્મ બનાવવાની ઇચ્છા ધરાવે છે. એક અભિનેત્રી તરીકે મોટી સફળતા ન મળતા તે હવે ફિલ્મ નિર્માણમાં કુદી પડવા માટે ઇચ્છુક છે. રિચા કહે છે કે તે ફિલ્મના નિર્માણમાં કુદીને કેરિયરની શરૂઆતમાં જાખમ લઇ રહી છે પરંતુ તે એક્ટિંગને પણ જારી રાખવા માટે ઇચ્છુક છે. રિચા પાસે હાલમાં કોઇ વઘારે ફિલ્મો હાથમાં નથી. ગેંગ્સ ઓફ વાસેપુરમાં પ્રથમ વખત કામ કર્યા બાદ તે હવે જુદા જુદા ક્ષેત્રમાં પ્રવેશ કરવા માટે ઇચ્છુક છે. તેનુ કહેવુ છે કે તે ગેગ્સ ઓફ વાસેપુર બાદ જ નિર્માણ કરવા માટે ઇચ્છુક હતી. પરંતુ એ વખતે તે આ દિશામાં આગળ વધી શકી ન હતી. તે ૨૪ વર્ષની વયમાં જ નિર્માણ ક્ષેત્રે કુદી પડવા માટે ઇચ્છુક હતી. પાંચ વર્ષના લાંબા ગાળા બાદ હવે રિચા નિર્માણ ક્ષેત્રે વધી ચુકી છે. તે હાલમાં એક ટુંકી ફિલ્મ ખુન વાલી ચિઠ્ઠી બનાવી રહી છે. તેનુ કહેવુ છે કે ટુંકી ફિલ્મના નિર્માણ બાદ મોટી ફિલ્મ બનાવવા માટે વિચારણા કરવામાં આવનાર છે. તેનુ કહેવુ છે કે યુવા લોકોને આગળ આવવા માટે તે પ્રેરણા આપવા માંગે છે. યુવા લોકોએ હવે નિર્માણ માટેની જવાબદારી લેવી જાઇએ. તેનુ કહેવુ છે કે ફિલ્મ નિર્માણ ક્ષેત્રે પણ વ્યાપક સફળતાની તક રહેલી છે. ગેંગ્સ ઓફ વાસેપુરમાં તેની એક્ટિંગ કુશળતાની નોંધ લેવામાં આવી હતી. તેની ફુકરે ફિલ્મની પણ નોંધ લેવામાં આવી હતી. તે સિનેમાના જુદા જુદા પાસામાં અભ્યાસ કરી રહી છે. ફિલ્મ નિર્માણ કરવાની બાબત ચોક્કસપણે ખુબ શાનદાર છે. નિર્માણના ક્ષેત્રમાં તે જ્યારે પ્રવેશ કરી રહી છે ત્યારે કેટલીક બાબતોને શિખી રહી છે. અભિનેતા અને અભિનેત્રી પાછળ આટલી જંગી રકમ કેમ ખર્ચ કરવામાં આવી રહી છે તે બાબત તે હવે જાણી શકી છે. બોલિવુડમાં ચાલી રહેલી ગળા કાપ સ્પર્ધામાં અનેક નવી અભિનેત્રી ફેકાઇ છે.

Related posts

‘RRR’ જુનિયર NTRનું વ્રત: ૨૧ દિવસ ઉધાડા પગે રહેશે, સાત્વિક ભોજન જમશે અને બ્રહ્મચર્યનું પાલન કરશે

aapnugujarat

શું સ્ટાર બન્યા પછી રાનુ મંડલના તેવર બદલાઇ ગયા છે?

aapnugujarat

एनटीआर की बायॉपिक में दिखेंगे रवि किशन

aapnugujarat

Leave a Comment

URL