ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગહેલોતની નિમણૂક કરવામાં આવી છે. અશોક ગહેલોતોની સાથે અન્ય ચાર મહામંત્રીઓને પણ નિમણૂક કરવામાં આવી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને આ નિમણૂકો કરાઈ છે. કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને એઆઈસીસીની ગુજરાત કમિટિની નવી ટીમની નિમણુક જાહેર કરી હતી. આ સાથે લાંબા સમય બાદ સોનિયા ગાંધી પણ આ પ્રક્રિયા સાથે સક્રિય ભૂમિકામાં નજરે પડ્યા છે. ગુજરાત કોંગ્રેસને બેઠી કરવા અને દાયકાઓથી સત્તાથી દુર રહેવાની આવેલી સ્થગિતતાને દુર કરવા સોનિયા ગાંધીએ આખી નવી ટીમ મેદાનમાં ઉતારી છે. ગુજરાતમાં હાલ કોંગ્રેસની Âસ્થતિ સુસ્ત અને નિરાશાપૂર્ણ છે ત્યારે ગુજરાતના કેન્દ્રીય પ્રભારી તરીકે વયોવૃદ્ધ અને અનુભવી અશોક ગહેલોતની નિમણુકથી નવો સંચાર થશે તેવી આશા પણ ગુજરાત પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ વ્યક્ત કરી છે. પ્રભારી અશોક ગહેલોતની સાથે અન્ય ચાર મહામંત્રીઓની નિમણુક પણ જાહેર કરવામાં આવી છે. જેમાં નવી એઆઈસીસી ટીમમાં અશોક ગહેલોત ઉપરાંત રાજીવ સાતવ, હર્ષવર્ધન સપકાલ, વર્ષા ગાયકવાડ, જીતુ પટવારી પણ ગુજરાત વિધાનસભા ચૂંટણી પર ધ્યાન આપશે. આ નવી ટીમ જ હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીનો ગંજીપો ચીપશે. આ ઘટનાક્રમની વચ્ચે દિલ્હીમાં ગુરુદાસ કામતે પક્ષમાંથી તમામ હોદ્દા પરથી સાગમટે રાજીનામુ સોનિયા ગાંધીને મોકલી આપી નિવૃત્તિ લઈ લીધી હોવાનું જાહેર કરી દીધું છે અને સોનિયા ગાંધીનો આભાર માન્યો છે. તો ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીની અધ્યક્ષતામાં ગુજરાત કોંગ્રેસના તમામ ધારાસભ્ય અને સાંસદોની એક મહત્વપૂર્ણ બેઠક પણ મળી હતી. જેમાં બુથ સશÂક્તકરણ સંદર્ભે રણનીતિ ઘડવા ચર્ચા કરાઈ છે. મહત્વપૂર્ણ છે કે આ બેઠકમાં વિધાનસભા કોંગ્રેસ નેતા શંકરસિંહ વાઘેલા ઉપÂસ્થત રહ્યા ન હતા. ત્યારે ચૂંટણીઓને લઈને ગુજરાત કોંગ્રેસ સક્રિય બની ગઈ છે.