Aapnu Gujarat
ગુજરાત

રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી ત્રીજા વિકલ્પ તરીકે રહેશે

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીઓમાં રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી(સેકયુલર) મૂળ સમાજવાદની વિચારધારા સાથે રાજયના મતદારોને ભાજપ, કોંગ્રેસ ઉપરાંત ત્રીજા વિકલ્પ આપશે. ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી(સેકયુલર) ૧૮૨ બેઠકો પરથી ઉમેદવારો ઉભા રાખવાનું આયોજન કરી રહી છે એવો દાવો આજે રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી(સેકયુલર)ના રાષ્ટ્રીય અધ્યક્ષ એસ.યુ.ચતુર્વેદીએ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે, ગુજરાતમાં દલિતો અને મહિલાઓ પર અત્યાચાર, ભ્રષ્ટાચાર, બેરોજગારી અને મોંઘવારી સહિતની સમસ્યાઓથી ત્રસ્ત પ્રજામાં જાગૃતિ લાવવા અને આ વખતે વિધાનસભા ચૂંટણીઓમાં રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી(સેકયુલર)ને એક તક પૂરી પાડવાના સંદેશા સાથે આવતીકાલે એક વિશાળ કાર અને બાઇક રેલી શહેરમાંથી નીકળશે. તા.૨૭મીએ આ રેલી સવારે ૧૦-૦૦ વાગ્યે ઇÂન્દરાબ્રીજ હાંસોલથી નીકળશે અને ગાંધીનગર ઇન્ફોસીટી પહોંચશે, ત્યાંથી તે જ રસ્તે પરત ફરીને ઇÂન્દરાબ્રીજ ખાતે રેલી પૂર્ણ થશે. વિશાળ એવી રેલીમાં સ્કુટર, બાઇક અને ફોરવ્હીલર સાથે રાજયના ખૂણેખૂણેથી પક્ષના હજારો કાર્યકરો બેનરો, પ્લે કાર્ડ અને કટઆઉટ સાથે ભાગ લેવા આવશે. રાષ્ટ્રીય સમાજવાદી પાર્ટી (સેકયુલર)ના અધ્યક્ષ એસયુ ચતુર્વેદીએ સ્પષ્ટ કર્યું હતું કે,ઉત્તરપ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં તેમના પક્ષે ૪૦ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. કાશ્મીરની લોકસભા ચૂંટણીમાં પણ તેમના ઉમેદવારોએ પ્રતિસ્પર્ધી ઉમેદવારોને લડત આપી હતી અને હવે તેમનો પક્ષ ગુજરાતમાં પોતાનો વ્યાપ અને વિસ્તાર ફેલાવવાના ઇરાદા સાથે ચૂંટણી જંગમાં ઉતરશે. ગુજરાતની ૯૭ બેઠકો માટેની તેમના પક્ષના ઉમેદવારોની યાદી તૈયાર હોવાનું તેમણે ઉમેર્યું હતું.

Related posts

રાજ્ય સરકારે ખાનગી સ્કૂલોની ફી મુદ્દે યોગ્ય દિશા-નિર્દેશો માટે ગુજરાત હાઇકોર્ટમાં કરી પિટિશન

editor

રથયાત્રાની સલામતિને લઈ પરિસ્થિતિની સમીક્ષા

aapnugujarat

હોસ્પિટલોમાં ફાયરસેફ્ટીની સુવિધાનું મેન્ટેનન્સ થતું નથી : ૧૯મીએ શહેરમાં ફાયર સેફ્ટી અંગે સેમિનાર

aapnugujarat

Leave a Comment

URL