Aapnu Gujarat
ગુજરાત

ફી નિર્ધારણ કમિટીમાં વાલીના પ્રતિનિધિ સામેલ કરવાની રિટ

રાજયમાં સ્વનિર્ભર શાળા ફી નિયમન કાયદા અને નિયમો અંતર્ગત રાજય સરકાર દ્વારા જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ રચાયેલી ફી નિર્ધારણ કમીટીમાં વાલીઓના પ્રતિનિધિત્વને સામેલ કરવા દાદ માંગતી જાહેરહિતની રિટ અરજીમાં ગુજરાત હાઇકોર્ટે રાજય સરકાર, શિક્ષણ વિભાગ સહિતના સંબંધિત સત્તાવાળાઓને કારણદર્શક નોટિસો જારી કરી છે. હાઇકોર્ટે સમગ્ર મામલાને ગંભીર ગણાવી આ મામલે સરકારના સત્તાવાળાઓનો ખુલાસો પણ માંગ્યો છે. જાગતે રહો સંસ્થાના પ્રમુખ પ્રફુલ દેસાઇ તરફથી હાઇકોર્ટ સમક્ષ કરાયેલી જાહેરહિતની રિટમાં એ મતલબની રજૂઆત કરવામાં આવી હતી કે, રાજય સરકાર દ્વારા રાજયની સ્વનિર્ભર શાળાઓમાં ફી નિર્ધારિત કરતો ફી નિયમન કાયદો અને નિયમો બનાવ્યા છે અને તે અંતર્ગત જિલ્લા ન્યાયાધીશના વડપણ હેઠળ ખાસ ફી નિર્ધારણ કમીટીની રચના પણ કરી છે. આ કમીટીમાં રાજય સરકારના સત્તાવાળાઓ, શિક્ષણ વિભાગના પ્રતિનિધિઓ, સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રતિનિધિ અને નિષ્ણાત-તજજ્ઞોનો સમાવેશ કરાયો છે પરંતુ જે વિદ્યાર્થીઓની ફી નો પ્રશ્ન છે, તેમના વાલીઓને જ આ કમીટીમાં પ્રતિનિધિત્વ મળ્યું નથી. એટલે કે, કમીટીમાં વાલીઓને કોઇ સ્થાન અપાયું નથી, જે ખરેખર હોવું જાઇએ. વાલીઓના પ્રતિનિધિત્વના અભાવે કમીટીમાં વિદ્યાર્થીઓ કે વાલીઓ તરફથી રજૂઆત કોણ કરે અને ફી ના મુદ્દે શું વાંધા કે સૂચન છે કે વાલીઓના અભાવે કેવી રીતે નક્કી થઇ શકે? આ સંજાગોમાં ફી નિર્ધારણ કમીટીમાં વાલીઓનું પ્રતિનિધિત્વ સમાવવું જાઇએ. હાઇકોર્ટે આ માટે રાજય સરકારના સત્તાવાળાઓને જરૂરી આદેશો કરવા જાઇએ. સરકારના દ્વારા હજુ નવા ફી કાયદાના નિયમો અમલી બનાવાયા નથી ત્યાં સુધી સ્વનિર્ભર શાળા સંચાલકો દ્વારા વાલીઓને ફી ભરવા ભારે દબાણ થઇ રહ્યું છે અને ચાલુ શેક્ષણિક સત્રમાં કેટલી ફી ભરવી તે મુદે પણ ભારે ગૂંચવણ પ્રવર્તી રહી છે તે સંજાગોમાં આ સમગ્ર મામલામાં વાલી સંગઠનોના પ્રતિનિધિઓને સાંભળી ફી વિવાદનું કાયમી નિરાકરણ આવે તે પ્રકારનું વ્યવસ્થાતંત્ર ગોઠવાવું જાઇએ. અરજદારપક્ષ તરફથી જે પ્રકારે અન્ય કમીટીઓ હોય છે, તે પ્રકારે કમીટીની રચના કરવા પણ અરજીમાં દાદ મંગાઇ હતી.

Related posts

સૌરાષ્ટ્ર-ઉત્તર ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો : એક ખેડૂત અને બે ભેંસોનાં વીજળી પડતાં મોત

aapnugujarat

चांदखेडा क्षेत्र में महिला ने पति विरूद्ध यातना देने की शिकायत दर्ज करायी

aapnugujarat

કોર્પોરેશન જાગ્યું : માય બાઇક કોન્ટ્રાકટ આખરે રદ કરાયો

aapnugujarat

Leave a Comment

URL