સ્વરાજ ઈÂન્ડયાના નેતા યોગેન્દ્ર યાદવે એમસીડી ચૂંટણીમાં ભાજપને મળેલી ભવ્ય જીત અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીત છે. યાદવે એમ પણ કહ્યું હતું કે આ ચૂંટણીમાં રાજ્યની પ્રજાએ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલને ફગાવી દીધા છે. કોઈ સમયે કેજરીવાલના નજીકના મિત્ર તરીકે રહેલા યોગેન્દ્ર યાદવે કહ્યું હતું કે એમસીડીના ભાજપના નિરાશાજનક કામ છતાં એએપીની સામે લોકોની નારાજગી સ્પષ્ટપણે દેખાઈ આવી છે. લોકોની નારાજગીના લીધે ભાજપને ફરીવાર જીત મળી છે. તેમણે કહ્યું હતું કે એએપી સરકાર દ્વારા લોકો વિશ્વાસઘાત થયો હોવાનો અનુભવ કરી રહ્યા છે. દિલ્હીની પ્રજા સભ્યોની પસંદગી કરે છે પરંતુ તેમણે વડાપ્રધાનને પસંદ કર્યા છે. મુખ્યમંત્રીને ફગાવી દીધા છે. ઈવીએમમાં ચેડાના સંદર્ભમાં યાદવે કહ્યું હતું કે આ પ્રકારના આક્ષેપોથી બચવાની જરૂર છે. એમસીડી ચૂંટણી સ્વરાજ ઈÂન્ડયા પાર્ટી માટે શરૂઆતી બોધપાઠ સમાન છે. અમારા નેતાઓને ખરાબ પરિણામનો ઈન્તજાર હતો. તેમણે એમ પણ કહ્યું હતું કે સ્વરાજ ઈÂન્ડયા દિલ્હીના મુખ્ય મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરશે. સાફ સફાઈ, રોગ્ય અને હાઈજીંગ જેવા મુદ્દા પર પાર્ટીની સરકાર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. યાદવે ઉમેર્યું હતું કે અમે કાશ્મીર અને અન્ય મુદ્દાઓની જગ્યા જમીની મુદ્દા ઉપર વાત કરી રહ્યા હતા. સ્વરાજ ઈÂન્ડયા એકમાત્ર એવી પાર્ટી હતી જે પાર્ટીએ તમામ ડોનેશનના સંદર્ભમાં વેબસાઈટ ઉપર માહિતી આપી હતી. તેમણે માંગ કરી હતી દિલ્હીના મુખ્યમંત્રીએ એએપીના નેતા કેજરીવાલે પોતાના હોદ્દા પર રાજીનામું આપી દેવું જાઈએ. યોગેન્દ્ર યાદવ એએપીના સ્થાપકો પૈકી એક રહ્યા છે.
પાછલી પોસ્ટ