Aapnu Gujarat
રાષ્ટ્રીય

ભાજપને ભવ્ય જીત બદલ કેજરીવાલની શુભેચ્છાઓ

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે એમસીડીની ચૂંટણીમાં જીત માટે ભાજપને શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે મળીને કામ કરવાનો વિશ્વાસ પણ આપ્યો છે. આ અગાઉ નાયબ મુખ્યમંત્રી મનિષ સિસોદીયાએ આમ આદમી પાર્ટીના કંગાળ દેખાવ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે ઈવીએમના કારણે જ પાર્ટીની હાર થઈ છે. કેજરીવાલ પણ કહી ચુક્યા છે કે જા તેમની પાર્ટી ઈવીએમમાં ગેરરીતિના લીધે હારશે તો આંદોલન છેડી દેવામાં આવશે. દિલ્હીમાં બીજા નંબર પર રહેલી આમ આદમી પાર્ટીના નેતા કેજરીવાલે ટ્‌વીટર પર કહ્યું છે કે ત્રણેય એમસીડીમા ંજીત બદલ તેઓ ભાજપને અભિનંદન આપે છે. તેમની સરકાર દિલ્હીની શ્રેષ્ઠ કામગીરી માટે સાથે મળીને કામ કરશે.
કેજરીવાલની આ પ્રથમ પ્રતિક્રિયા આવી હતી. બીજી બાજુ સવારે પરિણામ આવવાની શરૂઆત થયા બાદ મનિષ સિસોદીયા સહિત પાર્ટીના વરિષ્ઠ નેતાઓએ અરવિંદ કેજરીવાલની સાથે તેમના આવાસ પર બેઠક યોજી હતી. ત્યારબાદ મીડિયા સામે આવેલા સિસોદીયાએ કહ્યું હતું કે દિલ્હીમાં ભાજપની જીત ઈવીએમમાં ખામીના કારણે થઈ છે.

Related posts

વડાપ્રધાન મોદીએ યુપીમાં ૮૧ પ્રોજેક્ટ લોંચ કર્યાં

aapnugujarat

હા ગુજરાતમાં કોરોના વકર્યો છે… મહાનગરોમાં પરિસ્થિતિ અતિ ગંભીર

editor

મંદસોર : પોલીસ ગોળીબારમાં ખેડૂતોનાં મોત થયાં : ગૃહમંત્રી ભુપેન્દ્રસિંહ

aapnugujarat

Leave a Comment

URL