Aapnu Gujarat
તાજા સમાચાર રાષ્ટ્રીય

મોદી મેજિક વચ્ચે ભાજપે હેટ્રીક લગાવી : ત્રણ એમસીડી પર પ્રચંડ જીત

દિલ્હી નગર નિગમની ચૂંટણીમાં ભાજપે નરેન્દ્ર મોદી લહેર વચ્ચે હેટ્રીક લગાવી દીધી હતી. ઉત્તર દિલ્હી, દક્ષિણ દિલ્હી, પૂર્વીય દિલ્હી ત્રણેય એમસીડીમાં ભાજપે પ્રચંડ બહુમતી મેળવી લેવામાં સફળતા મેળવી છે. ત્રણેય એમસીડીની કુલ ૨૭૦ સીટમાંથી ભાજપે ૧૮૪ સીટો જીતી લીધી છે. જ્યારે એએપી ૪૬ સીટ સાથે બીજા સ્થાને અને કોંગ્રેસ ૩૦ સીટ સાથે ત્રીજા સ્થાને છે. અન્ય રાજ્યોમાં આગેકૂચ કરવા અને એમસીડી ઉપર સત્તા મેળવવાની એએપીની આશા ઉપર પાણી ફરી વળ્યું છે. ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. ૨૦૧૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં ૬૭ સીટની સાથે રેકોર્ડ જીત મેળવનાર આમ આદમી પાર્ટીના પ્રદર્શનથી લોકો નાખુશ હતા જેથી આ પાર્ટીની તરફેણમાં એમસીડીની ચૂંટણીમાં લોકોએ મત આપ્યા નથી. દિલ્હી નગર નિગમ ચૂંટણીમાં ભાજપને મળેલી જીત ઉપર દિલ્હી ભાજપના અધ્યક્ષ અને લોકસભા સાંસદ મનોજ તિવારીએ કહ્યું હતું કે અમે આ જીત સુકમા શહીદોને સમર્પિત કરીએ છીએ. દિલ્હીની જીત વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નીતિની જીત છે. મોદીના પગલે જ અમારી આ જીત થઈ છે. અમે આશા કરીએ છીએ કે આમ આદમી પાર્ટી અને દિલ્હી સરકાર એમસીડીને સહકાર આપશે અને દિલ્હીની પ્રજાના કામોને આગળ વધારશે. પૂર્વી દિલ્હીમાં પરિણામોમાં ભાજપે ૪૮ સીટ ઉપર જીત મેળવી લીધી છે. અહીં બહુમતીનો આંકડો ૩૩ છે. બીજી બાજુ ઉત્તર દિલ્હીમાં ભાજપે ૬૬ બેઠકો જીતી લીધી છે. અહીં બહુમતીનો આંકડો ૫૩ છે. બીજી બાજુ દક્ષિણ દિલ્હીમાં ભાજપે ૧૦૪ પૈકી ૭૦ બેઠકો જીતી લીધી છે અને અહીં બહુમતીનો આંકડો ૫૩નો છે. જે દર્શાવે છે કે ભાજપે તમામ જગ્યા ઉપર જારદાર સપાટો બોલાવ્યો છે. કોંગ્રેસ પાર્ટી અહીં ત્રીજા સ્થાને રહી છે. કોંગ્રેસ પાર્ટીનો દેખાવ દિન પ્રતિદિન વધુને વધુ ખરાબ થઈ રહ્યો છે. અરવિંદ કેજરીવાલે પણ હજુ સુધી ઈવીએમ પર દોષારોપણ કર્યા હતા. આમ આદમીને લઈને લોકો નાખુશ દેખાઈ રહ્યા હતા. દક્ષિણ દિલ્હીમાં પણ ભાજપે અભૂતપૂર્વ સફળતા મેળવી લીધી છે જેની ઉત્સુકતાપૂર્વક રાજકીય વર્તુળોમાં રાહ જાવામાં આવી રહી છે તે દિલ્હીમાં એમસીડીની ચૂંટણી માટે આજે સવારે મતગણતરી શરૂ કરવામા ંઆવી હતી. ધારણા પ્રમાણે શરૂઆતી કલાકોમાં જ ભાજપે તેના હરિફ પક્ષો પર અભૂતપૂર્વ લીડ મેળવી લીધી હતી. ધારણા પ્રમાણે જ  પોલના તારણ યોગ્ય સાબિત થયા હતા. મોદી લહેર અકબંધ રહી હતી. દિલ્હીમાં મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલ માટે આ એમસીડી ચૂંટણીને પ્રતિષ્ઠિત ગણવામાં આવી રહી હતી. કેજરીવાલની લોકપ્રિયતાની પણ કસોટી આના કારણે થઇ ગઇ છે. ચૂંટણીના પરિણામ સાબિત કરે છે કે એએપીથી લોકો ટુંકા ગાળામાં જ નિરાશ થઇ ગયા છે. તેમની પાર્ટી સાથે લોકો નારાજ છે. પહેલાથી જ મોટા ભાગના  પોલના તારણ ભાજપને શાનદાર જીત આપી રહ્યા હતા. એમસીડીની ચૂંટણી માટે ૨૩મી એપ્રિલના દિવસે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાયું હતું. ઉત્તર, દક્ષિણ અને પૂર્વીય મ્યુનિસિપલને આવરી લેતી ૨૭૨ બેઠકો માટે મતદાન યોજાયું હતું. દિલ્હીમાં ૫૪ ટકા મતદાન થયું હતુ. જેના કારણે રાજકીય પક્ષોમાં ઉત્સુકતા વધીગઇ હતી. મતદાનની પ્રક્રિયા ૨૩મી એપ્રિલના દિવસે સાંજ ૫-૩૦ વાગ્યે પૂર્ણ કરી લેવામાં આવ્યા બાદ જુદી જુદી ટીવી ચેનલોના એÂક્ઝટ પોલના તારણો મતદાન બાદ જારી કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપને પ્રચંડ બહુમતિ આપવામાં આવી હતી. આજતક, ઇÂન્ડયા ટુડે ટીવીમાં ભાજપને જીત આપવામાં આવી હતી. એબીપી ન્યુઝમાં જણાવવામાં આવ્યું હતુ કે ત્રણેય જગ્યાએ ભાજપ પ્રચંડ જીત મેળવશે. તેના તારણો સાચા સાબિત થયા હતા. વર્ષ ૨૦૧૫માં દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એએપીએ જારદાર સપાટો બોલાવ્યો હતો અને મોટા ભાગની બેઠક જીતી લીધી હતી. ભાજપને ૭૦ બેઠકો પૈકી માત્ર ત્રણ બેઠકો મળી હતી.જા કે હાલમાં પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી પૈકી એએપીનો કરૂણ રકાસ થયો હતો. એએપીને ગોવામાં પીછેહટનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે પંજાબમાં પણ અપેક્ષા કરતા તેનો દેખાવ નબળો રહ્યો હતો. જેથી પાર્ટીમાં નિરાશા ફેલાઇ ગઇ હતી. ઉત્તરપ્રદેશ, ઉત્તરાખંડ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ચાર રાજ્યોમાં ભાજપે શાનદાર દેખાવ કર્યા બાદ તથા પેટા ચૂંટણીમાં હાલમાં જ રાજારી ગાર્ડન ખાતે ભાજપે જીત મેળવી હતી. મુખ્યપ્રધાન અરવિન્દ કેજરીવાલના નેતૃત્વમાં દિલ્હીમાં હાલમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. અન્ય પાર્ટીઓએ પણ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા. વર્ષ ૨૦૧૨માં મ્યુનિસિપલ કોર્પોરેશનને ત્રણ પૂર્વ દિલ્હી, ઉત્તર દિલ્હી કોર્પોરેશન અને દક્ષિણ દિલ્હી કોર્પોરેશનમાં વિભાજિત કરવામાં આવ્યા બાદથી ભાજપે શાનદાર દેખાવ કર્યો છે. વર્ષ ૨૦૧૨માં ભાજપે ઉત્તર અને પૂર્વમાં બહુમતિ મેળવી હતી. જ્યારે દક્ષિણમાં સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી હતી. કોંગ્રેસ પાર્ટી તમામ ત્રણેય જગ્યાએ પાછળ રહી હતી. એએપી એ વખતે મેદાનમાં ન હતી. હાલમાં ભાજપે મહારાષ્ટ્ર, ચંદીગઢ અને ઓરિસ્સામાં સ્થાનિક ચૂંટણીમાં શાનદાર દેખાવ કર્યો હતો.જેથી તેની આશા વધી ગઇ હતી. બીજી બાજુ પેટા ચૂંટણીમાં રાજારી ગાર્ડન ખાતે એએપીના હાર થઇ હતી. આમ આદમી પાર્ટીને બીજા મોટો ફટકો ટુંકા ગાળામા ંજ પડી ગયો છે. ચૂંટણી પરિણામ જાહેર કરવામાં આવ્યા બાદ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જાવા મળ્યો હતો. અગાઉ આજે સવારે સીલબંધ રહેલા ઈવીએમને મતગણતરી કેન્દ્રો ઉપર પહોંચાડી દેવામાં આવ્યા હતા.
આના માટે ૩૫ મતગણતરી કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા હતા. ૨૭૨ કુલ સીટો છે પરંતુ બે જગ્યાઓએ ઉમેદવારના અવસાનના લીધે ૨૭૦ સીટ ઉપર ચૂંટણી થઈ હતી. રવિવારના દિવસે ૫૩.૫૮ ટકા મતદાન થયું હતું. દિલ્હીના ૧.૩૨ કરોડ મતદારો પૈકી ૭૧૩૯૯૯૪ દ્વારા મતાધિકારનો ઉપયોગ કરાયો હતો જે પૈકી સૌથી વધારે મતદાન દક્ષિણ દિલ્હીમાં રહ્યું હતું. આ ક્ષેત્રમાં ૨૬૮૭૬૮૫ લોકોએ મતદાન કર્યું હતું. ઉત્તર દિલ્હી નિગમમાં ૨૬૮૦૦૧૧ મતદારોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. પૂર્વીય નિગમમાં ૧૭૭૨૨૯૮ મતદાતાઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

Related posts

કાનપુરમાં ૧૦ હજાર દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

‘સવર્ણોની ૧૦ ટકા અનામતમાં મુસ્લિમોને પણ લાભ આપો’ : કે.સી.આર

aapnugujarat

आतंकवादी घुसने की खुफिया जानकारी के बाद हाई अलर्ट पर तमिलनाडु

aapnugujarat

Leave a Comment

URL