Aapnu Gujarat
રમતગમત

ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે જંગ ખેલાશે

આજે બેંગ્લોર ખાતે ગુજરાત લાયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે જારદાર જંગ ખેલાય તેવી શક્યતા છે. બન્ને ટીમો વધારે સારા દેખાવના ઇરાદા સાથે મેદાનમાં ઉતરનાર છે. ખાસ કરીને બેંગ્લોરની ટીમ વધારે શાનદાર દેખાવ કરી શકે છે. છેલ્લી મેચ વરસાદના કારણે ધોવાઇ ગયા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં બેંગ્લોરની ટીમ પ્લેઓફમાં પહોંચે તેવી શક્યતા નહીવત છે. જા કે ટીમના ખેલાડી કંગાળ ફોર્મને ભુલી જઇને આવતીકાલે સારો દેખાવ કરવા માટે ઇચ્છુક છે. ગુજરાત લાઇન્સે હજુ સુધી સાત મેચો રમી છે જે પૈકી માત્ર બેમાં તેની જીત થઇ છે અને પાંચમાં તેની હાર થઇ છે. પોઇન્ટ ટેબલમાં તે હાલમાં છેલ્લા સ્થાને છે. બીજી બાજુ રોયલ ચેલેન્જર્સની ટીમનો દેખાવ પણ કોઇ સારો નથી. આ ટીમે હજુ સુધી આઠ મેચો રમી છે અને માત્ર બે મેચો જીતી છે. તેની પાંચમાં હાર થઇ છે. બન્ને ટીમોના સ્ટાર ખેલાડી પર તમામ ચાહકોની નજર રહેશે. મેચનુ પ્રસારણ બેંગ્લોર ખાતેથી રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. બેંગ્લોર ખાતે તમામ તૈયારી મેચને લઇને કરવામાં આવી છે. ઈÂન્ડયન પ્રિમિયર લીગમાં કુલ ૬૦ ટ્‌વેન્ટી- ૨૦ મેચો સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન રમાશે. મુબઇના વાનખેડે સ્ટેડિયમ ખાતે ક્વાલિફાયર-૧ મેચ કમાનાર છે. જ્યારે બેંગલોરમાં ચિન્નાસ્વામી સ્ટેડિયમ ખાતે બન્ને ઇલિમિનેટર મેચો અને ક્વાલિફાયર-૨ મેચ રમાનાર છે. તમામ ૧૦ સ્ટેડિયમ ખાતે પુરતી તૈયારી પહેલાથી જ કરી લેવામાં આવી હતી. લીગ તબક્કામાં કુલ ૫૬ મેચો રમાનાર છે. લીગ મેચો પાંચમી એપ્રિલથી શરૂ થઈ હતી. જે હવે ૧૪મી મે વચ્ચે રમાનાર છે. ટોપની ચાર ટીમો પ્લે ઓફમાં રમનાર છે. હાઈપ્રોફાઈલ ઈÂન્ડયન પ્રિમિયર લીગની મેચો પાંચમાં એપ્રિલથી શરૂ થયા બાદથી હજુ સુધી તમામ મેચો ખૂબ જ રોચક રહી છે. કરોડો ક્રિકેટ ચાહકોને સ્ટાર ખેલાડી ધરાવતી ટીમ પાસેથી ખુબ સારા દેખાવની અપેક્ષા હતી પરંતુ ટીમનો દેખાવ ફ્લોપ રહ્યો છે. કોઇ પણ ટીમને એક મેચ જીતવા માટે બે પોઇન્ટ મળે છે. જ્યારે પરિણામ નહી આવવાની Âસ્થતામાં એક પોઇન્ટ મળે છે. ટાઇની Âસ્થતીમાં એક પોઇન્ટ મળે છે. છેલ્લી મેચ વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી જેથી બેંગ્લોરને એક પોઇન્ટ મળ્યો હતો.

Related posts

હાર્દિક અને રાહુલ ઉપર બે મેચ માટે પ્રતિબંધનું સૂચન

aapnugujarat

આજે હૈદરાબાદ-ચૈન્નઈ વચ્ચે પ્રથમ ક્વૉલિફાયર મેચ

aapnugujarat

ક્રિકેટના લગાવને કારણે જ મારી જિંદગીનાં તોફાન સામે લડી શક્યો : શામી

aapnugujarat

Leave a Comment

URL